________________
૨૪૦
યુદ્ધમાં ક્ષત્રિય ધર્મ, કે જે નીતિપુરઃસર યુદ્ધ, તેને છેડી દઈ કેટલાક રાજાઓ સહિત દુર્યોધન રાજાએ આવી એકદમ અર્જુનને ઘેરી લીધે; તેમજ શકુનિએ સહદેવને, દુશાસને ભીમને, ઉલૂક નામના રાજાએ નકુલને અને શલ્ય રાજાએ યુધિષ્ઠિરને ઘેરી લીધે. જેમ ચિત્તાને સ્થાને વીંટી લે, તેમજ દુષણદિ છ રાજાઓએ દ્રૌપદીના પુત્રોને અને કેટલાક ઇતર રાજાઓએ બળદેવના પુત્રને ઘેરી લીધા. તે સર્વ દ્ધાઓ પરસ્પર બાણને વરસાદ વરસાવતાં કેટલેક કાળ વ્યતીત થયે. હવે અજુને યુદ્ધ કરતાં કરતાં દુર્યોધનના સારથિને તથા ઘડાઓને મારી નાંખ્યા અને તેને રથ ભાંગી નાંખે. દુર્યોધનનું બખ્તર ભૂમિ પર પાડી નાખ્યું, તે વખતે તે ફક્ત અવશેષમાં એક દેહ જ રહ્યો. તદન પાયદલ જે બની ગયેલ દુર્યોધન બેબાકળા બની આમ તેમ જેવા લાગે ત્યાં એકદમ વિચાર સુઝવાથી શકુનીના રથમાં ચડી બેઠે. શલ્ય રાજાએ પોતાના બાણ વતી યુધિષ્ઠિર રાજાની રથની ધ્વજા તેડી નાખી. આ જોઈ નહીં સહન કરી શકતા યુધિષ્ઠિરે શલ્ય રાજાનું શરયુક્ત ધનુષ ભાંગી નાંખ્યું ત્યારે શલ્ય રાજા તે જ ક્ષણે બીજુ ધનુષ લઈ હાજર થયે. યુધિષ્ઠિરે ઈન્દ્રના વજની પેઠે કેઈથી પણ ન અટકાવી શકાય તેવી દુઃસહ શક્તિ શલ્ય ઉપર છોડી મૂકી, જેમ વીજળી ચંદનઘોને મારી નાખે છે તેમ એકદમ તે શક્તિએ આવી શલ્ય રાજાના પ્રાણ લીધા. શલ્ય રાજા જ્યારે પડ્યો ત્યારે કાહિશિક આદિ ઘણુ રાજાઓ ભયભીત થઈ નાસી ગયા. જ્યેષ્ઠ બંધુનું આ કૃત્ય જોઈ જાણે સ્પર્ધા