________________
૨૩૬
માતલિ સારથી નેમિનાથને કહે છે કે, “હે સ્વામિન ! એ શત્રુતપ રાજાએ તપશ્ચર્યાથી પ્રસન્ન કરેલા ઈન્દ્ર પાસેથી આ સંહાર કરનારી શક્તિ મેળવી છે તેથી તે શક્તિ ઇતર શસ્ત્રોથી ભેદાશે નહીં પણ કેવલ વજથી જ ભેદી શકાશે.”
આમ સાંભળ્યા પછી તરત જ નેમિનાથને હુકમ થતાં વેંત જ માતલિ સારથિએ મહાનેમિના શરમાં વજી ચડાવ્યું, તે જ સમે મહાનેમિએ એક લક્ષ દ્ધાઓને વિંધી નાંખે તેવું શર મૂકીને તે શક્તિને ભૂમી પર પાડી નાખી અને વળી શત્રુતા રાજાને શસ્ત્ર અને રથ વગરને કરી મૂકે. તે સમયે જાણે કે નિદ્રામાંથી જાગ્યા હોય તેવા સર્વ યાદવે યુદ્ધમાં સજજ થઈ શત્રુ પર બાણવૃષ્ટિ તે એવી કરવા લાગ્યા કે ડી વારમાં જ સામા પક્ષના દ્ધાઓ ત્રાસ પામતા પામતા સેનાપતિ હિરણ્યનાભને શરણે ગયા અને કેટલાક તે જીવવાની ઇચ્છાથી પલાયન થઈ ગયા. જાણે કે કાળે પિતે બે રૂપ ધર્યા હોય તેવા ભયંકર દેખાવના અને તેવા મહા શૂરવીર, ભીમ અને અજુન તથા જાણે કે સાક્ષાત્ યમરાજાના પુત્ર જ હોય તેવા ઉદ્ધત બળદેવના પુત્રે બાણને વરસાવતા વરસાવતા, ધૃતરાષ્ટ્રના પુત્રોને પકડવા માટે આમ તેમ દોડાદોડી કરવા લાગ્યા, પણ વાઘને જોઈ જેમ સુવરે નાસી જાય તેમ સર્વે કરવ નાસી ગયા.
તે સમયે ગાંડીવ ધનુષમાંથી છુટેલા સણસણુટ કરતા અતિ ભયજનક બાણુ સમૂહથી અજુને તે રણભૂમિને ઢાંકી દીધી તેને લીધે મહાભ ત્રાસ પામી દશ દિશાઓમાં ભાગવા લાગ્યા.