________________
२३७
અના
હવે ત્યાર પછી ઉભય પક્ષના સ્વામી જુએ છે અને મને સેનાપતિના આદેશ થતાં વેંત જ બેઉ પક્ષના મહાભા શસ્ત્ર પ્રહારથી, અન્યાન્ય કરનું આકષણ કરવાથી તથા એક બીજાની ભુજાઓના પ્રહારથી મહા ત્રાસજનક યુદ્ધ કરવા લાગ્યા. આખરે જરાસંઘના મહાલટાએ યાદવભટામાં ભંગાણ પાડયું તેથી યાદવ ચદ્ધાએ આમ તેમ નાસી જવા લાગ્યા. પેાતાના લશ્કરમાં પડેલું ભંગાણ જોઈ. કૃષ્ણે એક મદમસ્ત ગજ ઉપર ચઢી ગરૂડ આળેખેલી પતાકા ઉંચી કરી ઉંચે સ્વરેથી ચાષ્ઠાએને નાસી જતા અટકાવ્યા. તેટલામાં મહાપરાક્રમી અને મહા ભુજાવાળા મહાનેમિ, ધૃષ્ણુિ અને અર્જુન એ ત્રણે મહા ચાદ્ધાએ સજ્જ થઈ યુદ્ધમાં હાજર થયા અને ત્રણે મહાભટાએ પેાત પેાતાના અતિ નાદ કરનાર શંખ વગાડ્યો. આ ત્રણે શખની ગનાથી દુશ્મનાના હૃદયમાં ત્રાસ થયા. મહા શક્તિમાન તે ત્રણે જણા મેઘની પેઠે બાણુના વરસાદ વરસાવવા લાગ્યા. ઝપાટાબંધ વરસતાં પાણીનાં જોરથી નાનાં વૃક્ષેા પડી જાય છે તેમજ જોશથી પડતી ખાણુ વૃષ્ટિથી કેટલાક ક્ષુદ્ર દ્ધાએ પડ્યા. જેમ વિશ્વને ભય ઉપજાવનારા માન્મત્ત વનના હાથીએ નિઃશંકપણે વનના મધ્ય ભાગમાં પ્રવેશ કરે છે, તેમ મહા બળવાન તે ત્રણે મહાભટો ખણુવૃષ્ટિ વરસાવતા વરસાવતા એકદમ સમુદ્રમાંથી ઉડેલી ઉર્મિએની માક પેાતાની મેળે માગ કરતા કરતા, તે ચક્ર વ્યુહના મધ્યમાં પેસી ગયા. અંદર જઈને તે વ્યુહના બે વિભાગ પાડી નાખ્યા, અને તેની પાછળ યાદવ સૈનિકા આવી સારી રીતે