________________
૨૩૬
જરાસંઘ રાજાએ પિતાના સૈન્યની ચક વ્યુહ રચના કરી છે, આમ ખબર થતાં કૃષ્ણ પોતાના મંત્રીઓ આગળ ગરૂડ વ્યુહ કરાવ્યું. તેમાં સ્થળે સ્થળે પરાજય ન પામે તેવા પિતાના સર્વ પુત્રને ગોઠવી દીધા અને બીજા કેટલાક પાંચ પાંડવાદિક સર્વ રાજાઓને ગેઠવ્યા. તથા રણમાં જેની સામે કોઈ પણ હામ ન ભીડી શકે તેવા મહા યોદ્ધા અનાધૃણિ નામના પિતાના વૃદ્ધ ભ્રાતાને સુવર્ણને પટ્ટો આપી સેનાધિપતિત્વનો અભિષેક કર્યો.
ઈન્દ્ર મહારાજાને અવધિજ્ઞાનથી ખબર પડી કે ભ્રાતુ સંબંધને લઈને નેમિનાથ યુદ્ધ કરવા ચાહે છે. આમ ખબર થતાં ઈન્દ્રદેવે વિવિધ શાથી ભરેલે એક દિવ્ય રથ આપી પોતાના માતલિ સારથિને નેમિનાથ આગળ મોકલે. બરાબર છે કે, જે સમયના જાણુ હોય તે જ ખરા સ્વામિભક્ત કહેવાય.
અનેક શસ્ત્ર સહિત તથા મહા તેજસ્વી માતલિ સારથિ રથમાં બેસી આવતે જોવામાં આવ્યો કે તે જ ક્ષણે, જેમ, સૂર્યને ઉદય થયા બાદ સઘળું તિક નિસ્તેજ થઈ જાય છે, જેમ, ગરૂડને જોઈ નાગકુળ ભયભીત બને છે, તેમજ જરાસંઘ રાજાનું સર્વ સૈન્ય નિસ્તેજ તથા આકુલ વ્યાકુલ બની ગયું અને તે જ ક્ષણે સર્વ યાદવ સૈન્યરૂપ કમલ હર્ષિત થયું. માતલિ રૂપ રવિને ઉદય થયો એટલે જરાસંઘ રાજાનું સૈન્ય રૂપ કુમુદ ( રાત્રે ખીલતું કમલ) સંકોચ પામ્યું. તે સમયે સ્પષ્ટ રીતે જોતાં, યાદવ સૈન્યમાં દિવસ થયે અને શત્રુના સૈન્યમાં રાત્રિ થઈ