________________
રકપ વારંવાર પ્રશંસા કરતા સમુદ્રવિજય રાજાએ કૃષ્ણની સાથે એકાંત પ્રદેશમાં બેસી ગુપ્ત સલાહ કરી; તદનંતર વસુદેવને બેલાવી, વિદ્યાધરોના કહેવા મુજબ સર્વ હકીકત કહી સમજાવી; અને શાંબ તથા પ્રદ્યુમ્ન સહિત વસુદેવને તે વિદ્યાધરે સંગાથે રવાના કર્યા પોતાના અનુજ બંધુ ઉપર અનુપમ પ્રેમ હોવાથી સમુદ્રવિજય રાજાએ પોતાના જન્મ સ્નાત્ર સમયે ઈન્દ્રદેવે આવી પિતાના બાહુમાં જે મહૌષધિ બાંધેલી હતી તે છોડી જતી વખતે વસુદેવના બાહએ બાંધી દીધી; નેમિનાથે પણ આ અવસર છે એમ જાણે વસુદેવને અભિષેક જળ આપ્યું, કારણ કે, સમય ઉપર આપેલું થોડું પણ મહા પ્રેમજનક થઈ પડે છે. વસુદેવ ચાલતા થયા ત્યારે સમુદ્રવિજયે પિતાના બંધુની સાથે છેડેક સુધી જઈ આપવા લાયક કેટલીક શીખામણ આપી તેને વિદાય કર્યા અને પિતે પાછા આવતા રહ્યા. હવે જરાસંઘને મહા બળવાન ડિક નામે મંત્રી જરાસંઘને કહે છે કે, “હે સ્વામિન્ ! આપ યુદ્ધ માટે તાકીદે તૈયાર થાઓ, અને કઈ રીતિથી યુદ્ધ કરવું છે તથા કઈ રચનાથી સેના ગોઠવવી છે તે ફરમાવો.” ત્યારે મગધાધીશ પિતાના મંત્રીને કહે છે કે, વૈરી રાજાઓ ન તોડી શકે તે ચક વ્યુહ રચા અને તેમાં ગ્યતા પ્રમાણે સર્વ રાજાઓને ગોઠવી દે. આમ સ્વામીને હુકમ થતાં ડિભક મંત્રીએ હજારે આરાઓવાળું ચક વ્યુહ રચ્યું અને તેની અંદર મોટા મોટા હજાર રાજાઓ ગ્યતા પ્રમાણે ગોઠવ્યા. જરાસંઘ રાજાએ તે વખતે, સંગ્રામ કરવામાં મહા ચતુર હિર નામના રાજને સેનાધિપતિની જગા આપી.