________________
૨૩૪
છીએ, છતાં પણ સ્વામિને હિતજનક વાકય કહેવાની સેવક જનની જ છે, અને સ્વામીએ પણ પેાતાનું હિત જાણી તે સેવકનું કહેવું લક્ષમાં લેવું જોઈએ. જુએ, શાસ્ત્રમાં કહેલું છે કે, વાજાનિ ત્તિતં ગ્રાહ્યમ્, બાળક પાસેથી પણ જે હિતકર વાકય હોય તે પણ ગ્રાહ્ય છે, સ્વીકારી લેવા ચેાગ્ય છે માટે જે આપ આ વાકયનું પ્રામાણ્ય માનતા હૈ। તે આપ આદેશ કરેા એટલે અમે તમને એ અક્ષર કહીએ.’
આવી રીતે સવિનય પ્રાર્થના ધ્યાનમાં લઈ સમુદ્રવિજય કહે છે કે, તમારે જે કહેવું હોય તે ખુશીથી કહેા.' આમ આદેશ થતાં તે વિદ્યાધરી વિનયપૂર્ણાંક કહે છે કે, વૈતાઢ્ય પર્વતમાં વિદ્યામંત્રાર્દિકના બળથી મહા બળવાન કેટલાક વિદ્યાધરા રહે છે. તે વિદ્યાધરા જરાસંઘ રાજાને આદેશ થવાથી યુદ્ધમાં ઉમેદ રાખી જરાસંઘના સૈન્યમાં આવે છે, માટે હું સ્વામિન્! આપ આજ્ઞા આપે તે અમે ત્યાં જઈ વિદ્યામ`ત્રની સહાયતાથી એકદમ તે લેાકેાને ત્યાં જતા અટકાવીએ. તેમાં મહા ભાગ્યશાળી પ્રદ્યુમ્નકુમાર તથા શાંખકુમારની સાથે તમારા અનુજ બધુ વસુદેવને અમારી સહાયતા માટે તમારે માકલવા જોઈશે. આ કામ પ્રથમ કરવું ઉચિત છે, નહિતર જો કદી તે વિદ્યાધરો આવી જરાસંઘના સૈન્યમાં મળી જશે તેા પછી વાયુની સહાયતાવાળા અગ્નિની પેઠે જરાસંઘ રાજા જીતવા બહુ જ સુદુઃસહ થશે. માટે તેની પ્રતિક્રિયા જલદી કરવા કેાશિશ કરો.’
વિદ્યાધરાનાં આવાં મનેાહર અને પથ્ય વચના સાંભળી, અરે, આ તે બહુ વખતસર જ ખખર લઈ આવ્યા,' આમ