________________
૨૩૨ તેને મુગુટ પડી ગયું અને તે જ વખતે તેની સમુખ, ફતેહ વિષે સંશય જણાવતી છીંક થઈ. અગ્નિમાંથી નીકળતા ધુમના ગેટેગેટ જોવામાં આવ્યા; અને જરાસંઘનું નામ (ડાબું) નેત્ર ફરકવા લાગ્યું. આવાં અશુભ સૂચક શકુનને નહીં ગણકારી સેના સહિત રાજા ચાલતે થયે. તે સમયે મહા બુદ્ધિશાળી મંત્રીઓએ તથા બીજા કેટલાક હિતેચ્છુ જનેએ પ્રયાણ કરવાની ના પાડી છતાં પણ કોધથી વિહલ બની ગયેલા તે જરાસંઘ રાજાએ તેઓના કહેવા ઉપર જરા પણુ લક્ષ નહીં દેતાં પ્રયાણ જારી રાખ્યું. શાસ્ત્રમાં જણાવે છે કે –
विधौ विरुद्ध सकलाः कांतिकीर्तिमतिश्रियः ॥ प्रयान्ति सरसःशेषे यथा जलजपंक्तयः ॥ १ ॥
ભાવાર્થ-જેમ સરોવર તદન સુકાઈ જવાથી તેની અંદર રહેલી કમલની પંક્તિઓ સુકાઈ જાય છે, તેમજ જે પ્રાણી ઉપર દેવની અકૃપા થાય છે ત્યારે તે પ્રાણીની કાંતિ, કીર્તિ, મતિ અને લક્ષમી વિગેરે સર્વને પ્રલય થાય છે.
હવે રસ્તામાં ક્યાંય પણ વિશેષ નહીં રેકાણ કરતાં કેવલ અવિચ્છિન્ન પ્રયાણથી જરાસંઘ રાજા માર્ગનું અતિક્રમણ કરવા લાગ્યા.
હવે નારદમુનિ શ્રી દ્વારિકામાં જઈ કૃષ્ણને કહે છે કે, કૃષ્ણ! તમે સર્વે સાવધ રહે, કારણ કે તમારે શત્રુ જરાસંઘ રાજા તમારી ઉપર ચડાઈ કરી આવે છે. આમ કહી ઋષિ વિદાય થયા. આ વાત સાંભળતાં જ કૈધથી લાલચિળ બની ગયેલા, સારંગ ધનુષ્ય ધરનાર કૃષ્ણ તે જ ક્ષણે,