________________
ર૩૧ મારું કહેવું સાંભળ. જે હું જરાસંઘ ખરે હોઉં તે તે તારા પતિને હણનારના પ્રાણ લઈ તે સર્વ યાદવને બેર બોર અશ્રુથી રેવરાવીશ. માટે તું જરા પણ કચવા નહીં. પ્રાણુ પ્રિય પુત્રી ! આવું મોટું કાર્ય કરતાં ઘણે વિલંબ લાગે છે. તું તારા મનમાં વિચાર કે, એક રાજમહેલ બનાવતાં કેટલે વખત લાગે છે તેમજ આ કાર્ય પણ કંઈ નાનુંસુનું નથી કે તરત થઈ જાય. એ તે મહા મોટું કામ છે, તેથી તું અધીરી ન બને અને શાંત થા. સર્વ સારૂં જ થશે. આ પગલે ત્યાં જઈને કૃષ્ણ બળદેવ વગરનું આ આખું જગત કરી દઉં.” આવા શાંતિકારક વચનથી જીવયશાને શાંત કરી. જરાસંઘ રાજાએ તે જ વખતે પિતાની નગરીમાં ઢેલ વગડાવી સર્વ લોકોને ખબર આપી કે, “સર્વ હૈદ્ધાઓ સંગ્રામ માટે થતા પ્રમાણમાં સજજ થઈ જાઓ. આ ખબર થતાં વેંત જ જરાસંઘના મહા બળવાન સહદેવાદિક પુત્ર સજ્જ થઈ પિતાની આગળ ગયા. શિશુપાલાદિક રાજાઓ, દુર્યોધનાદિક સઘળા કૌર, હિરણ્યનાભ તથા ખંડીયા હજારે રાજાઓ જરાસંઘ રાજાની સહાયતા માટે પાછળ પ્રયાણ કરવામાં હાજર થયા. તથા પાયદલે તે લક્ષની સંખ્યા કરતાં પણ વધારે રણમાં પ્રીતિ ધરાવતા સજજ થઈ આવી ગયા.
જાણે કે, કિરણોના સમૂહથી આવૃત થયેલ સૂર્ય હોય તે મહા પ્રતાપી જરાસંઘ રાજા અગણિત વીર પુત્રોથી વીંટાયેલ શેભતે હતે. સર્વ સેના તૈયાર થઈ ગઈ ત્યારે જરાસંઘ રાજા અશ્વ પર ચડે છે. ત્યાં તેના મસ્તક ઉપરથી