________________
- ૨૩૦
તે વેપારીઓ કહે છે કે, “અરે ! શું હજી સુધી જગપ્રસિદ્ધ શ્રી દ્વારિકાપુરીને પણ તું જાણતી નથી? તથા તે પુરીમાં રાજ્યકર્તા, સોરઠ દેશનું ભૂષણ, યાદવેના અધિપતિ અને તારા પતિ કસ રાજાને મારનાર મહા પ્રતાપી શ્રી કૃષ્ણ મહારાજને પણ તું જાણતી નથી ? ત્યારે તે તેં શું જાણ્યું છે? ખરૂં જાણવાનું છે તે તે તું જાણતી નથી.”
આ પ્રમાણે સાંભળતાં વેંત જ જાણે કે વજથી હણાઈ હોય તેમ તે જ ક્ષણે જીવયશા ભૂમિ પર પડી. તરત જ ઉભી થઈને, “અરે ! આ કેવી ખેદની વાત કહેવાય ! અરે ! આ તે માટે અફસોસ છે કે, મારા સ્વામીના પ્રાણ લેનાર અમારે કટ્ટો શત્રુ અદ્યાપિ રાજ્ય ભગવતે જીવે છે? આમ પિકાર કરતી કરતી અને રૂદન કરતી કરતી જીવયશા પિતાના કેશ છૂટા મૂકી પિતાના પિતા જરાસંઘની આગળ ગઈ અને સર્વ વાત નિવેદન કરી બેલી કે, “હે પિતાજી ! મારા પ્રાણજીવનનું નિકંદન કરનાર અદ્યાપિ જીવે છે અને વળી તે આ ભૂમંડલ ઉપર આવેલા સેરઠ દેશમાં આવેલી દ્વારિકાપુરીના અધિપતિ થઈ બેઠે છે. અહે, હે ! કેટલે અફસ ! માટે હે તાત ! આપ મને હવે છોડી દે એટલે હું અગ્નિ પ્રજવલિત કરી તેમાં પ્રવેશ કરું. મારા ભરથારને પ્રાણ લેનાર જે હજુ નિરુપદ્રવ સુખેથી જીવે છે તે પછી મારે જીવી શું કરવું? નહિ, બસ, હવે તે મારે એક ક્ષણ પણ જીવવું ચોગ્ય નથી.”
પિતાની પુત્રીના આવા ખેદજનક વચન સાંભળી, જરાસંઘ રાજા કહે છે કે, “હે પુત્રી ! તું જરા પણ રૂદન ન કર અને