________________
अथ दशमः सर्ग: હવે એવા સમયમાં કેટલાક વેપારીઓ યવન નામના દ્વીપમાંથી કેટલીક ઉત્તમ વસ્તુઓ ખરીદી લઈ વ્યાપારને અર્થે દ્વારિકાપુરીમાં આવ્યા. આવીને વિશેષ લાભ લઈ કેટલીક વસ્તુઓનું ત્યાં જ વેચાણ કર્યું. તે કરતાં પણ વિશેષ નફે મેળવવાની ઈચ્છાથી કેટલાક રત્નકંબલે લઈ એકદમ રાજગૃહપુર ભણી ચાલતા થયા. કેટલેક દિવસે તે વેપારીઓ જરાસંઘ રાજાના રાજગ્રહપુરમાં આવ્યા. જરાસંઘ રાજાની પુત્રી જીવયશાને ખબર પડી કે, મારા ગામમાં કેટલાક વેપારીઓ નવીન માલ લઈ આવેલ છે, તે સાંભળી પિતાના વેપારીઓને મોકલી તે પરદેશી વેપારીઓને બોલાવ્યા, ત્યારે તે વેપારીઓ રાજાની પુત્રીને ઘેર ગયા. આવીને, મેટી કિંમતના રત્નકંબલે તે જીવયશાને બતાવ્યા, કે જે રત્નકંબલ ગ્રીષ્મ ઋતુમાં ઓઢવાથી શીતલતા કરતા હતા અને શીતકાલમાં ઓઢવાથી ગરમી કરતા હતા. આવા કંબલે બતાવ્યા પણ માગ્યું મૂળ ન મળવાથી તે વેપારીઓ અત્યંત અફસોસ કરી બેલ્યા કે, “અમે દ્વારિકાને છોડી આ તમારી નગરીમાં વૃથા જ આવ્યા. અમારા વિચાર પ્રમાણે અમને કોઈ પણ ફળ ન થયું.”
ત્યારે મગધ દેશના મહારાજા જરાસંઘની પુત્રી જીવયશા તે વેપારીઓને પૂછે છે કે, “તમે જેની આટલી બધી પ્રશંસા કરે છે તે દ્વારિકાપુરી ક્યા મંડલમાં અને તેનું પાલન કરનાર રાજા કેણ છે, તે તમે કહે.”