________________
૨૨૭ વીરવૃત્તિથી જ હું બહાર નીકળેલ અને તેર હજાર કન્યાને વિવાહ કરી હું બ્રાતૃવર્ગને અત્યાગ્રહ થવાથી આ નગરીમાં આવ્યો છું. તેમાં પણ મારા બંધુઓએ આપેલા સન્મુખાગમનાદિક માનપૂર્વક આ છું. તારી પેઠે રઝળતે રઝળતે નથી આવ્યું, હું જ્યાં જ્યાં ગયે હોઈશ તે તે સ્થળે અનેક વિદ્યાધરોના અધિપતિઓ મારા ચરણ પંકજની સેવામાં હાજર હતા, તે આજકાલનું છોકરું તું મને શું કહે છે? મહા બુદ્ધિશાળી વસુદેવે આવા કોધભરેલા વાક પ્રહારોથી તરછોડી નાખેલે શાંબ લજજા આવવાથી અધમુખ કરી પિતાના મનમાં વિચારે છે કે, “અરે ! મેં આ કેવી મોટી ભૂલ કરી! કે જે સદા પૂજનીય, અભિવંદનીય મારા પિતામહની સાથે મેં આ વિવાદ કર્યો? સર્ષવ મેરૂ પર્વતની સાથે વાદ કરે કે હું તો તારા કરતાં મોટો છું,' આ વાદ ક્યાંથી ઉભે રહે, તેમજ હું એક તુચ્છ બુદ્ધિને માણસ તે કયાં, અને મહા પરાક્રમી બુદ્ધિશાળી મારા પિતામહ વસુદેવ તે કયાં? ઘણે જ તફાવત છે, માટે હવે હું એને ખમાવું.” આમ વિચાર કરી તેની આગળ આવી તેના ચરણમાં પિતાનું શિર નમાવી શાંબ પિતે કર જોડી પિતામહને કહે છે કે, “મારાથી જે કાંઈ મૂર્ખાઈને લીધે અવિનય ભરેલા કઠેર શબ્દ કહેવાયા હોય તે આપ ક્ષમા કરે. આપ તે મહા સમર્થ છે અને અનુપમ ગુણશાળી છે. હું તે મૂર્ખ તાથી ભરેલે તુચ્છ બુદ્ધિને એક અજ્ઞાની બાળક છું. મેરૂ પર્વત મેં ક્યાં અને વાલ્મિક (રાફડો) તે કયાં? સૂર્ય તે કયાં અને નક્ષત્ર ગણું તે ક્યાં ? ચંદ્ર તે કયાં અને ઈંદ્રગોપ