________________
૨૨૬
રહ્યો, ત્યારે વસુદેવ કહે છે કે, અરે શાંખ ! તે આવડે સત્યભામાને શા માટે તે
બધા દંભ કેમ કર્યાં અને ઠગી લીધી ?’
આમ કહેવાથી શાંબ હસી ખેલ્યા કે, તમે તે ઘણા વખત ભૂભ્રમણુ કરી મહા કષ્ટથી ઘણેક કાળે આ સ સ્ત્રીઓ પરણ્યા છે, તેમાં પણ કાઇ જગેાએ તમારે બધાવું પડ્યું, કેાઈ જગાએ પલાયન પણ થવું પડયું, કોઈ સ્થળે પાણીમાં પતન કરવું પડયું અને કઈ જગેાએ વેષ પણ પલટાવવા પડ્યો હશે. હે પિતા ! ઇત્યાદિક મહાકષ્ટ વેઠી ચિરકાલે તમે સ્ત્રીઓને ઉદ્વાહ કરી લઈ આવ્યા છે અને મે તે એક સહેજમાં સત્યભામાને છેતરી લીધી છે. સાંભળેા, સત્યભામાએ નિજ પુત્ર ભીરૂને માટે અસંખ્ય દ્રવ્યના વ્યય કરી રૂપ લાવણ્યાદિ વિશિષ્ટ નવાણુ કન્યા એકત્ર કરી હતી અને મેં તે તે સવ કન્યા ન્યાયસર એક લીલા માત્રથી જ લઈ લીધી છે. હું પિતામહ ! આ એક મારી પાસે વિશ્વને વિસ્મય પમાડે તેવી કળા છે એમ તમારે ખાસ ધ્યાનમાં રાખવું.’
આવી રીતે અહંકાર કરવાથી ઉન્મત્ત બનેલા શાંખને બહુ જ જુસ્સાથી વસુદેવ કહે છે કે, અરે! ગ્રૂપમાં નિવાસ કરનારા દરની પેઠે વૃથા અહંકારી ! નિર્લજ્જ ! તારા પિતાએ તને ખુરા હાલે પુરીમાંથી કાઢી મૂકયેા છે છતાં પણ ગામમાં આવી તું તારૂ મુખ બતાવતાં જરા પણ લજવાતા નથી ? જરા તે શરમ રાખ. અને મને તે વીરત્વનું અભિમાન હતું તેટલા માટે મારા ખધુ વર્ગને જણાવ્યા સિવાય