________________
રર૫ નવાણું વહુ સહિત પિતાને પુત્ર ઘરમાં આવવાથી જેના હૃદયમાં હર્ષ માટે નથી તેવી જાંબુવતીએ ઘણે ઉત્સવ કર્યો; આ જોતાં એક લૌકિક કહેવત સાચી પડે છે કે, દ્રવ્ય મેળવનાર તે દ્રવ્ય મેળવે છે પણ તેને ઉપગ તે જે ભાગ્યશાળી હોય તે જ લે છે.”
અતિ પ્રસન્ન થયેલી સર્વ વધુઓ આવી પોતાની સાસુ જાંબુવતીના ચરણમાં શિર નમાવી પગે પડી ત્યારે બહુ જ રાજી થતી જાંબુવતીએ આશીર્વાદ આપ્યા કે, “તમે સર્વે થડા વખતમાં જ પુત્રવતી થાઓ અને લાંબા વખત સુધી નિજ પતિની સાથે સુખ ભેગ. સત્યભામાને તે મહા કેધ થવાથી રાડે નાંખતી નાંખતી પોતાને ઘેર ચાલી ગઈ, કારણ કે, સત્યભામાની સર્વ આશાઓ નિષ્ફળ થઈ તે પછી તેને ક્રોધ કેમ ન થાય ?
વિધાત્રા હાસ્યશીલ હોવાથી સદા આવી જ ગંમત કર્યા કરે છે. જો કે સ્વર્ણ રત્નાદિક પદાર્થો તેના પિતાના છે જ નહીં, તે પણ, કોઈએ મેળવેલી વસ્તુ કેઈકને આપી દે છે અને વળી જગતનો સ્વામી કહેવાય છે. આ કેવું મેટું આશ્ચર્ય છે !
હવે પિતાની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ જવાથી કૃતાર્થ થયેલ પ્રદ્યુમ્નકુમાર પણ પોતાને ઘેર આવતો રહ્યો. વળી પણ આવી રીતની ક્રીડા કરવામાં તત્પર થયા.
પ્રભાતકાળ થતાં શાંબ કુમાર વસુદેવની આગળ જઈ નમ્રતાપૂર્વક તેના ચરણનું અભિવંદન કરી કર જોડી ઉભે