________________
કરવાની છે, એટલે જઈને તેણીને અમે પૂછી જોઈએ.”
જિતશત્રુ કહે છે કે, “હે અનુચરે ! સાંભળે. પહેલી વાત તે એ જ છે કે, સત્યભામા પિતે આ અમારી કન્યાને હાથ પકડી ગામના તમામ માણસ જુવે તેમ જાહેર રીતે ગાજતે વાજતે મેટા ઉત્સવપૂર્વક શ્રી દ્વારિકામાં પ્રવેશ કરે, અને બીજી વાત એ છે કે, વિવાહમાં પાણિગ્રહણ સમયે વરના હાથ ઉપર અમારી કન્યાને હાથ રહે. આ બે કરાર કબુલ હોય તે ભલે ખુશીથી હું મારી કન્યા આપવા બંધાઉં છું. માટે જાઓ, જઈને તમે તે સત્યભામાને પૂછે.” આમ કહીને તાંબુલ વિગેરે આપી એગ્ય સત્કાર કરી તે લોકોને ત્યાંથી વિદાય કર્યો. તે સર્વે અનુચરેએ સત્યભામાની આગળ જઈને સર્વ હકીકત કહી જણાવી. ત્યારે સત્યભામાએ પણ તેમ કરવું કબુલ રાખ્યું. તે પછી તિવેત્તા બ્રાહ્મણોએ શુભ મુહૂર્ત આપ્યું, તે જ પ્રમાણે સત્યભામા પિતે એક ઉત્તમ રથમાં બેસી પિતાના સર્વ પરિવાર જન સહિત, ગાજતે વાજતે મટી ધામધુમથી કન્યાને તેડવા ચાલી. જિતશત્રુ રાજા પણ બહુ માનપૂર્વક સત્યભામાની સન્મુખ આવ્યો. જિતશત્રુએ સત્યભામાને અમૂલ્ય વસ્ત્રાભરણાદિક આપી તથા પિતાની કન્યા આપી ત્યાંથી વિદાય કરી.
સત્યભામાએ શાબકુમારીનો હાથ પકડી પરિવાર સહિત મહોત્સવ પૂર્વક શ્રી દ્વારિકાપુરીમાં પ્રવેશ કર્યો. પ્રજ્ઞપ્તિ વિદ્યાના પ્રતાપથી સત્યભામા તથા તેના સર્વ પરિવાર જનો શબને શાંબકુમારી જ દેખે છે અને એ સિવાયના ઇતર જને તે શાંખકુમારીને શાંબ જ દેખે છે. આવી રીતે દ્વિધા