________________
રર૦
છે કે, “માનવંતા રાણી સાહેબ ! શ્રી દ્વારિકાપુરીની બહાર આવેલા પ્રદેશમાં કેટલાક તબુએ કોઈ મોટા સૈન્યને પડાવ પડેલે હોય તેમ જણાય છે, ત્યાં હું ગઈ ત્યારે મેં કઈ એક અપૂર્વ કન્યા જોઈ. ખરેખર, તેવી કન્યા મેં હજુ કઈ દિવસ પણ દીઠી નથી, તેથી તેના ખબર આપવા માટે હું આવી છું, તે તેની તપાસ કરાવે. જે એ કન્યા આવે તે આપને મરથ પરિપૂર્ણ થાય.”
ધાત્રીનું કહેવું સાંભળી સત્યભામાએ કેટલાક યોગ્ય પુરૂષને અમૂલ્ય વસ્ત્રાભરણાદિકથી શણગારી જિતશત્રુ રાજાની પાસે તે કન્યાની માંગણી કરવા મોકલ્યા. તે પુરૂષે આવી જિતશત્રુ રાજાને વિનયપૂર્વક નમી કહે છે કે, હે રાજન ! કૃષ્ણ મહારાજની મુખ્ય પટરાણું સત્યભામા પિતાના પુત્ર ભીરૂને માટે તમારી કન્યાની માંગણી કરાવે છે. સત્યભામાએ અતિ સુંદર નવાણું કન્યા તો મેળવી છે પણ એક ઓછી હવાથી આ એક તમારી કન્યા આવે તે સે કન્યા સંપૂર્ણ થાય, આવા સમાચાર સત્યભામાએ કહેવરાવેલા છે. તે રાજન ! આ માંગણે ધ્યાનમાં લઈ તમે તમારી કન્યા આપે. અને તેમ કરવાથી કૃષ્ણ મહારાજ પણ તમારી ઉપર પ્રસન્ન થશે, કારણ કે, સોળ હજાર સ્ત્રીઓમાં કૃષ્ણની મુખ્ય પટરાણ સત્યભામા છે.
આમ કહ્યા પછી જિતશત્રુ રાજા કહે છે કે, “ભલે, તેમ કરવા અમે પણ ખુશી છીએ. સત્યભામા અમારી બે વાત કબુલ રાખે તે તે બને.”
અનુચરે કહે છે કે, હે રાજન ! કહો કઈ તે બે વાત