________________
૨૧૯
ચંદ્રના પ્રકાશ છે, ગાલ નીચે રાખવાના કામકુમારના જાણે કે ગાલમસૂરીયાં હોય તેવા પુષ્ટ મનેાહર જેના એ કપાલ શોભે છે, મેાતીનેા હાર તથા નીલમણિના હાર પહેરેલા હાવાથી જેણીના કંઠ, ગંગા યમુનાના સંગમ થવાથી જાણે કે તીથ હાય તેવા શાલે છે, ગગા નદીમાં ઉગેલી એ લતા હોય તેવા જેણીના એ બાહુ ખિરાજમાન છે, જેણીના જઘન પ્રદેશ, કામદેવને રહેવાનું નિવૃત મંદિર છે, કામદેવ અને રતિના વિવાહમાં વિધિએ એ કદલી સ્તભ રાખ્યા હોય તેવા નીચેથી કૃશ અને ઉપરથી સ્થૂલ જેના બે ઉરૂ છે, જેણીની એ જ ઘાઓનું વર્ણન અવર્ણનીય છે, બ્રહ્માએ જેણીના ઉના ભાગમાંથી તથા જ ઘાના ભાગમાંથી થોડા થાડા માંસને ભાગ લઈ જેણીના સ્તન, જઘન અને નિતંબ અતિ પુષ્ટ કરેલા છે, જેણીની એ ઘુટીએ તે અદૃશ્ય થવાની વિદ્યા કેમ સાધતી હોય તેમ સદા અદૃશ્ય જ રહેતી, જરા સહેજ રતાશને લીધે અતિ મનેાહર લાગતા જેણીના બે કર તથા બે ચરણ પે।તે રાગ (પક્ષે રંગ) નહીં છોડી યુવાન પુરૂષોના ચિત્તને રંગિત કરતા હતા, પેાતાના રૂપ લાવણ્યાદિકને ઉચિત લાગે તેવા અતિ શ્રેષ્ઠ વસ્ત્ર અને આભરણાથી ભૂષિત થયેલી શાંબ કુમારી કેટલીક સમાન વયની સખીએની સાથે આમ તેમ ભ્રમણ કરતી ખેલતી હતી.
એક દિવસે ગામ બહાર આવેલી ભીરૂની ધાત્રીએ (ધાવે) પેાતાના ઉદ્યાન પ્રદેશમાં કદુક વતી ખેલતી નયનને અમૃત સમાન તે શાંખ કુમારી નજરે જોઈ. જોતાં વેંત જ તરત તે ધાત્રી સત્યભામાની આગળ દોડતી આવી પ્રણામપૂર્વક કહે