________________
૨૧૮ ચઢીયાતી નવાણું કન્યાઓ એકઠી કરી, અને હવે જે એક કન્યા મળી જાય તે સે કન્યાઓને વિવાહ કરી દઉં, આમ વિચાર કરી એક કન્યા વાસ્તે કેટલાક પુરૂષને તપાસ કરવા મેકલ્યા. પણ તેવા વયની, તેવા કુળની અને તેવા સ્વરૂપને કન્યા ન મળવાથી ચિત્તમાં ખેદ પામતી સત્યભામાને તેવી કન્યાની શોધમાં કયાંય પણ ચેન ન પડયું.
આ સર્વ વૃત્તાંત, પ્રજ્ઞપ્તિ વિદ્યાએ આવી પ્રદ્યુમ્નની આગળ કહી જણાવ્યું, ત્યારે પ્રદ્યુમ્નકુમારે પિતાની વિદ્યાના બળથી ગજ, અશ્વ, રથ અને પાયદળ વિગેરે સર્વ સેનાઓની રચના કરી, દ્વારિકાની બહારના પ્રદેશમાં તેવા મેટા તંબુઓ તાણ દીધા. પ્રદ્યુમ્ન પિતાનું “જિતશત્રુ એવું નામ રાખ્યું અને શાબને એક અપૂર્વ સ્વરૂપ સંપન્ન કન્યા બનાવી. તે કન્યા જાણે કે, સરાણથી તીક્ષણ ધાર કરેલી, શ્યામ કાંતિથી ચકચકાટ કરતી, યુવાન પુરૂષને મારવાની કામદેવની તરવાર હોય, તેવી શ્યામ કબરીને ધારણ કરતી, મસ્તકમાં ચૂડા રત્નને ધારણ કરી કુમારિકાઓમાં રત્ન સમાન કુમારી તે હું જ છું, એમ સર્વ યુવાન પુરૂષને જણાવતી, મુખની કાંતિથી તથા પ્રતાપથી જીતાયેલા ચંદ્ર અને સૂર્ય પોતે સેવામાં હાજર થયા હોય તેવા, સુવર્ણ અને મણિઓની શ્રેણથી વિભૂષિત બે કુંડલેને બે કર્ણમાં ધારણ કરતી, શરદતુની પૂર્ણિમાના ચંદ્ર સમાન ભાલને ધારણ કરતી, આ બે તે પ્રવાલ જેવા બે અધરને ધારણ કરતી, દાડમના બીજની આ બે પંક્તિ કેમ ન હોય તેવી દંત પંક્તિને ધારણ કરતી, જેણનું સ્મિત (મંદહાસ્ય) છે તે તે મુખ