________________
૨૧૭ સત્યભામા કહે છે કે, “જ્યારે હું હાથ પકડી શાબને મોટી ધામધુમથી આ પુરીમાં તેડી લાવું ત્યારે તારે પણ આવવું.”
ઠીક, ત્યારે તેમ કબુલ છે, એમ કહી કુમાર ગામબહાર જઈ જ્યાં શાંબ પિતાના વિરહથી ખિન્ન થઈ ઉભે છે ત્યાં ગયો, અને કુમારના આવવાના સમાચાર સાંભળી શાંબ પણ એકદમ દોડી આવી મળ્યો.
બરાબર છે કે, વસંતઋતુ વિના કામદેવ રહી શકતે નથી તેમ નેહી જન નેહી વિના એક ક્ષણ પણ રહી શકતો નથી.
જેઓનું બળ તથા સાહસ તુલ્ય છે તેવા પ્રદ્યુમ્નકુમાર તથા શાંબ એ બે જણે મળી વિવિધ કીડાએ કરી ગંમત કરવા લાગ્યા. દ્વારિકામાં મરણ પામેલા પ્રાણીઓને દહન કરવા આવનારા લોકો પાસેથી પિતાની ઇચ્છા મુજબ જમીન ભાડું લઈ દહન ક્રિયા કરવા દેતા હતા. આવી રીતે નિર્વાહ કરી બેઉ જણા સ્મશાન ભૂમિમાં વાસ કરી રહ્યા. સુખ દુઃખમાં જે સહાયતા કરનાર હોય તે જ ખરો મિત્ર કહેવાય છે. ' હવે દ્વારિકામાં રહેલી સત્યભામા આનંદ મંગલ કરતી કૃષ્ણની સાથે નિરંતર વિવિધ કીડા સેવવા લાગી. પ્રદ્યુમ્ન અને શાંબ ગયા એટલે કોઈ પણ વિધ્ર કરનાર ન રહ્યો તેથી નિર્વિધ્રપણે ભેજનાદિક સુખને અનુભવ લેતી બહુ જ ઉમંગમાં રહેવા લાગી. એમ કરતાં કરતાં સત્યભામાએ પિતાના પુત્ર ભાનુકુમાર માટે રૂપમાં એક બીજા કરતાં