________________
૧૬
તું વહ્યો જા, ફરીથી તારૂ' મુખ મને બતાવીશ નહીં.' આમ પિતાની આજ્ઞા થતાં તરત જ પેાતાની માતા આગળ આવી સર્વ હકીકત કહી જણાવી. આ વાતની ખબર પ્રદ્યુમ્નને પડતાં તરત જ શાંખની આગળ આવી, જવા તૈયાર થયેલા શાંખને સ્નેહને લીધે પ્રાપ્તિ નામની વિદ્યા આપી તથા બીજી કેટલીક શિખામણુ આપી ત્યાંથી વિદાય કર્યો.
હવે પ્રદ્યુમ્ન પણ ભીરૂને માર મારી બીવરાવવા લાગ્યા તથા તેના હાથમાંથી મેાકાર્દિક શ્રેષ્ઠ વસ્તુઓ ઝુંટવી લેવા લાગ્યા. નિળ ભીરૂ સત્યભામાની આગળ જઈ રાવા લાગ્યા ત્યારે સત્યભામા પૂછે છે કે, અરે ભીરૂ ! તને કેણે માર્યો?’ ભીરૂ કહે છે કે, મા ! મને તે આજે પ્રદ્યુમ્ને માર્યાં છે.' આવાં પુત્રનાં વચન સાંભળી સત્યભામા એકદમ રાડા નાંખતી નાંખતી પ્રદ્યુમ્નની આગળ આવી. જેમ તેમ મકવા લાગી કે, અરે નીચ ! દુષ્ટ બુદ્ધિ ! મારા પુત્રને સંતાપતે શાંખ તે અહીંથી ગયા પણ તું કેમ જતેા નથી ? જાને, એટલે સંતાપ મટે.”
પ્રદ્યુમ્ન જરા હસીને ખેલ્યા કે, ભલી, માતા ! હું
ક્યાં જાઉં ?’
સત્યભામા કહે છે કે, જ્યાં તારા અનુજ ખંધુ શાંખ ખેડા છે ત્યાં સ્મશાનમાં જા.”
વળી પ્રદ્યુમ્ન હસીને મધુર વચન કહે છે કે, બેલેા, માતા ! હું જાઉં તે ખરા પણુ પાછે અહીંયાં કયારે આવું, તે પ્રથમ નક્કી કરે.’