________________
૨૧૪
મારે દુધ લેવું છે. આમ કહીને શાંબ આગળ ચાલ્યા, અને તે ભરવાડણ તેની પાછળ ચાલી. એમ ચાલતાં ચાલતાં કેટલેક દૂર ગયાં ત્યારે એક શૂન્ય ઘર આવ્યું તેની અંદર જઈ શાબે તેણેને અંદર બોલાવી પણ બોલાવવા છતાં ભરવાડણ તે ઉજજડ ઘરમાં ન ગઈ ત્યારે જોર જુલમથી અંદર લઈ જવા માટે શાબે તેણીનું કાંડુ મજબુત પકડયું. તે વખતે ભરવાડણ બેલી, “એ ઉજજડ ઘરમાં હું નહીં આવું, તારે દુધ લેવું હોય તો અહીંયાં જ લઈ લે, જોર જુલમ ન કર. અને જે ન્યાયમાં કટ્ટા કૃષ્ણ રાજાને આ આવા તારા અન્યાયની ખબર પડશે તે તારા બુરા હાલ થવાના છે. માટે મને તું સત્વર છેડી દે, છેડી દે, શા માટે પકડી રાખે છે?” ત્યારે શાંબ કહે છે કે, “અરે, એ કૃષ્ણ વળી શું કરવાનું હતું ?” તો આવાં ઘણું કામે કરી તેની પરીક્ષા કરી છે. એમાં કાંઈ નથી. અને તારે આટલું બધું જોર હોય તે જા, કર ફરિયાદિ. પણ છે, રમણિ! હું તને હવે છોડું તેમ નથી જ.” આમ કહીને : તેણીનું વસ્ત્ર પકડી ખેંચી જવા લાગ્યા. આ રકઝક જોઈ ભરવાડ શાબને કહે છે કે, “કૃષ્ણ જેવા રાજા છતાં મારી સ્ત્રીને જોર જુલમથી કેમ પકડી જાય છે ?” આમ ભરવાડ કહે છે ત્યાં તે શાંબ મોટી ડાંગ લઈ તે ભરવાડને મારવા દેડ્યો ત્યારે કૃષ્ણ જાણ્યું કે, આ બાળક નક્કી મને મારશે જ, અને હું મારા પુત્રને શી રીતે મારૂં? આમ વિચાર કરી કૃષ્ણ તથા જાંબુવતીએ ભરવાડને વેષ છેડી પોતાનું સ્વરૂપ ધારણ કરી લીધું. પોતાના માતાપિતાને