________________
૨૧૩ કૃષ્ણ જાબુવતીને ઠપકે આપે ત્યારે જાંબુવતી કહે છે કે
એ સત્યભામા તો જુઠી છે. હજીસુધી તો મેં કઈ દિવસ પણ “શબે અવિનય કર્યો” એમ સાંભળ્યું નથી. મારે શાબ તે સુંવાળ રેશમ જેવું છે, અને “કલહ એ શું છે તે પણ એ હજુ સમજાતું નથી, અને એ સત્યભામા તે ઈષ્યને લીધે સદા ખોટા બોલી જ છે. રુકિમણી સાથે હું સલાહ સંપથી રહું છું તેથી મારી પણ એ સ્પર્ધા કરે છે. મારા છોકરાને એ દેખી શકતી નથી.” - કૃષ્ણ કહે છે કે, “જાંબુવતી! તું તારા પુત્રને વાંક ઢાંકે છે. એમાં તારો વાંક નથી, કારણ કે એ તે લોકોમાં કહેવત છે જ કે, “મા પિતે પિતાના પુત્રે કરેલા અન્યાયને ન જાણે, એ તે સિંહના બાળકના પરાક્રમને હાથીઓ જાણે, સિહણ ન જાણે. હું તે દરરોજ તેની ગેરચાલ બહુ જ સાંભળું છું. લોકોમાં શાંબ કે અન્યાય કરે છે તે હું તને પ્રત્યક્ષ બતાવીશ.
એક દિવસે કૃષ્ણ ભરવાડનું રૂપ લીધું અને જાંબુવતીએ ભરવાડણનો વેષ લીધે. મસ્તક ઉપર દહીં દુધની મટુકીઓ ચડાવી, ધાબળા પહેરી ભરવાડને આગળ કરી ભરવાડણ શ્રી દ્વારિકાપુરીમાં આવી. શેરીએ ગલીએ આવી, દુધ લ્યો દુધ, દહીં ભે દહીં, આમ પિકારતી પિકારતી ચાલી આવે છે ત્યાં અન્ય બાળક સાથે ગમત કરતાં કરતાં શાબે તે એક મહા સ્વરૂપવાળી ભરવાડણ દીઠી. તે જેઈ કામને આવેશ આવ્યાથી શાંબ તે ભરવાડણને કહે છે કે, “અહીંયાં આવ, અહીંયાં આવ, તને ઉચિત લાગે તેવું મૂલ્ય આપી