________________
૨૧૧ દહાડામાં પણ એ ઉત્કટ મૃદંગનો ધ્વનિ! અરે સિપાઈઓ, તપાસ કરે, કોને ત્યાં આ મહોત્સવ છે?
આમ સ્વામિને આદેશ થવાથી તે અનુચરે શબ્દને અનુસંધાને જાય છે ત્યાં સુવર્ણના ગઢને લીધે સુંદર લાગત તથા તેના દરવાજામાં અનેક દ્વારપાલે બેઠા છે તે સાત મેડાને એક પ્રાસાદ જોવામાં આવ્યો. ત્યાં જઈ સિપાઈઓ દ્વારપાલને પૂછે છે કે, આ મહેલ કોને છે? આની અંદર જે સંગીત કરાવે છે તે રાજપુત્ર કયું છે?
દ્વારપાલકો કહે છે કે, “શ્રી દ્વારિકાના અધિપતિ શ્રી કૃષ્ણ મહારાજને પુત્ર પ્રદ્યુમ્નકુમાર તથા શાંબ રૂકિમ રાજાની પુત્રી વૈદભીની સાથે વિવાહ કરી કીડા કરે છે.”
આ સાંભળી અતિ હર્ષ પામેલા અનુચરેએ એકદમ આવી રાજાની આગળ તે સર્વ હકીકત કહી સંભળાવી. કર્ણને પ્રિય લાગે તેવા શબ્દોથી જેના માંચા ખડાં થઈ ગયાં છે, તેવા રૂકિમ રાજાએ એકદમ પિતાના કેટલાક અમાત્ય જનને મોકલી તેઓને બેલાવ્યા, ત્યારે અનેક ભાટ ચારણે જેના નિર્મળ ચરિત્રે ગાય છે તેવા, તથા અસંખ્ય પરિવાર જનોથી ઘેરાયેલા પ્રદ્યુમ્ન તથા શાબ, વૈદર્ભોને સાથે લઈ રાજાની સભામાં આવ્યા, ત્યારે રૂકિમ રાજાએ પણ પ્રેમપૂર્વક ઘણો સત્કાર કર્યો. રૂકિમ રાજા પોતાની પુત્રીને કહે છે કે, “હે પુત્રી ! તને આ મહા પરાક્રમી પ્રદ્યુમ્નકુમાર જે પતિ મળે તેથી તું ખરેખર મહા ભાગ્યશાળી છે. આમ પ્રશંસા કરી વૈદભીને પિતાના ખેાળામાં બેસાડી અનુપમ આનંદ પામે. કેટલાક હાથી,