________________
ર૧૦ કૃત્યે મારા મનોરથ રૂપી વાદળને છેક મૂળમાંથી ઉખેડી નાખ્યો છે. કરોડો રૂપિયા ખરચી તને એગ્ય કઈ પ્રખ્યાત રાજપુત્રની સાથે તારે સ્વયંવર વિવાહ કરે એમ મેં નક્કી ધારેલું હતું પણ પુત્રી, આ માટે અફસોસ છે કે તને કઈ કર્મના મેગે મહા કદરૂપા બે ચાંડાલે મળ્યા. પણ કર્મની આગળ આપણે સૌ લાચાર છીએ કે, પૂર્વ ભવમાં મેળવેલાં કર્મોને અન્યથા કરવા જગતમાં કઈ ઉપાય નથી. પુત્રી વૈદભી ! તું ક્યાં છે? હવે આપણું બેઉને સંગ તે ક્યાંથી જ થાય, કારણ કે, ક્રોધથી અંધ બનેલા, સાહસ કરનારા મેં મારા હાથે કરીને જ આ અખિલ વિશ્વમાં નિંદનીય તારે અનુચિત એગ કરે છે કે, જે મેં પ્રેમપાત્ર એવી તને ચાંડાલને સ્વાધીન કરી. જેમ સુવર્ણના આભૂષણ મણિ સિવાય મનોહર લાગતાં નથી તેમજ હે પુત્રી ! તારા સિવાય આ મારે ખાલી થયેલે ઉત્સગ જરા પણ શોભત નથી. પ્રિય પુત્રી વૈદર્ભી ! મારી મૂર્ખાઈ તે જે કે, જે મારી ભગિની રૂકિમણુએ પિતાના પુત્ર સારૂં તારી માંગણી કરી હતી પણ તેને નહીં આપતાં ઉલટી તને મેં ચાંડાલને આપી દીધી. અરે! આ મારી મોટામાં મોટી ભૂલ છે.'
એવી રીતે પશ્ચાત્તાપ કરતા રૂકિમ રાજાને રાત્રીમાં જરાપણ નિદ્રા ન આવી. સઘળા નગરવાસી લેકે સુઈ રહ્યા છે અને અંધકારથી ઘોર મધ્યરાત્રીને સમય થયે છે. તેવામાં, રાજાને મુરજને ધ્વનિ સાંભળવામાં આવ્ય; તે સાંભળી ચિત્તમાં વિચાર કરે છે કે, “આજે આ મહોત્સવ કને ઘેર થતા જણાય છે? અને શું આજે મારા દુઃખના