________________
૨૦૯
મને ફરીથી આ નજરે ન પડે.”
આ સાંભળી રાજી થયેલા તે ચાંડાલેા વૈદીને કહે છે કે, હે રાજપુત્રી ! તને અમે પ્રથમથી ચેતવી દઈ એ છીએ કે તું અમારા ઘરમાં આવીશ કે તરત તારે ચામડાનાં દોરડાં વેચવાં પડશે, પાણીમાં રહેનારા જલૌકા પકડવા પડશે અને સાવરણીઓગુ થવી પડશે, આવું કામ સદા
કરવું પડશે, માટે જો તારાથી બની શકે તેમ કરવા કબુલ થતી હૈા તા અમારા નહીંતર અહીંયાં જ બેસી રહે.’
એમ હાય, અને ઘરમાં આવ,
આમ એ ચાંડાલેાનું કહેવું સાંભળી વૈદલી નમ્રતાપૂર્વક કહે છે કે, પૂર્વ ભવમાં કરેલું શુભાશુભ ક, જે કરાવશે તે હું કરીશ. કારણ કે, ભાગવ્યા સિવાય શુભાશુભ કર્માંના ક્ષય થતા નથી. જુએ, દુમયંતી તથા રામની સ્રી સીતા જેવી મહા પતિવ્રતા સ્ત્રીએ પણ કને વશ થઈ ગયેલ છે, તેા મારા જેવી હીન ભાગ્યની સ્ત્રીઓની તા વાત જ શી કરવી ? માટે સવ વિચાર છેડી દઈ તમે મને લઈ ચાલેા. ઈચ્છા પ્રમાણે કોઈ સ્થળે જઈએ . અને ભાગ્યની પરીક્ષા કરીએ.' વૈદર્ભીનું' કહેવું ધ્યાનમાં લઈ પ્રદ્યુમ્ન તથા શાંખકુમાર વેદ”ને લઈ એક ક્ષણમાં અન્ય સ્થળે જતા રહ્યા.
પેાતાની પુત્રીનું નિર્ગમન થયા પછી પશ્ચાત્તાપ પામેલા કિમ રાજા સભામાં બેસી રૂદન કરતા કહે છે કે, હુ પુત્રી ! તું વિચારશીલ છતાં તે આ સમયે આવું વિચાર વગરનું કૃત્ય શું કર્યું ? ખરેખર, આ તારા અવિચારીત
૧૪