________________
પુત્રી આપે, કારણ કે અમારા ઘરમાં સર્વ વસ્તુઓ છે પણ પાક ક્રિયા કરનારી આવી વિદ્વાન સ્ત્રી નથી.”
કર્ણમાં વજપાત સમાન એવાં વચનો શ્રવણ કરી અતિ ગુસ્સે થયેલા રૂકિમ રાજાએ પોતાના અનુચરે આગળ તે બેઉને ગામ બહાર કઢાવી મુક્યા. ગામ બહાર જઈ શાબ પ્રદ્યુમ્નને કહે છે કે, “ભાઈ! હવે આ કીડા કરવી બંધ કરે, કારણ કે, જેટલો વિલંબ થાય છે, તેટલે માતા રુકિમણીને દુઃખકારક છે. માટે હવે એક ક્ષણ માત્ર પણ વિલંબ નહીં કરતાં જલદી વૈદભીને પરણું દ્વારિકામાં જવું ઉચિત છે. આમ બેઉ જણે વાતચીત કરતા હતા ત્યાં રાત્રીને સમય થઈ ગયે, નગરવાસી સર્વ લેકે નિદ્રાધીન થઈ ગયા ત્યારે, શબને તે જ સ્થળે રહેવાનું કહી પ્રદ્યુમ્નકુમાર સ્વવિદ્યાની પ્રબળ શક્તિથી વેદભીના મહેલમાં ગયે. ત્યાં સાતમે મેડે પિતાના વિરહથી આકુલ વ્યાકુલ બની, ચક્રવાકી પેઠે એકાએક સુતેલી, મનોહર મુખવાળી તે વૈદભીને જોઈ કુમારે પોતાના પગ વતી, તેણના પાદતલમાં પ્રહાર કરવાથી તે એકદમ જાગી ઉઠી. તે કુમારને જોઈ અહીંયાં આવે વખતે કોણ? એમ ધારી બેબાકળી બની ગયેલી રાજકન્યા કુમારને પૂછે છે કે, “અરે ! તું કોણ છે? અહીંયાં કેમ આવ્યો છે ?”
શાંતિથી કુમારે કહ્યું કે, “હે પ્રિય ! તું જરા પણ ભય રાખીશ નહીં, હું રુકિમણને પુત્ર પ્રદ્યુમ્ન છું. રુકિમણીના કહેવાથી તેને પરણવા માટે હું અહીંયાં આવેલું છે. આ વાતને તેને વિશ્વાસ ન આવતો હોય તે લે. આ રૂકિમણીના