________________
હાથને પત્ર” એમ કહી એક બનાવટી પત્ર તેના હાથમાં આપે. કલાઓ રૂપી સમુદ્રના પારને પહોંચેલી, મહા ચતુર રાજપુત્રી તે પત્ર લઈ વાંચવા લાગી; વાંચીને, આનંદ પામતી વૈદભી લજજા આવવાથી નીચું મુખ કરી વિચાર કરવા લાગી કે, “અહે! મારા કોઈ શુભ દેવે આ ઘાટ કે સરસ ઘડ્યો છે?” આમ અનેક વિચાર તરંગમાં મગ્ન થયેલી, મૌન બની ગયેલી, શરમને લીધે નીચું મુખ કરી ઉભેલી તે રમણને જોઈ કુમારે, તેણીના હૃદયને ખરે અભિપ્રાય જાણું એકદમ વિદ્યાના બળથી વિવાહની તમામ સામગ્રી સહિત અગ્નિ પ્રગટ કર્યો. તે જ વખતે કુમારે, દાંતનાં કંકણું, શ્વેત હીરવનું વસ્ત્ર તથા કેટલાક સુવર્ણના આભૂષણે પહેરાવી, અગ્નિની સાક્ષીએ વૈદભનું પાણગ્રહણ કર્યું. તે પછી અનેક રતિ કીડાઓથી કુમારે તેને તૃપ્ત કરી, કારણ કે, રતિકીડાની સમગ્ર સામગ્રી મળે ત્યારે કામદેવ કોની રાહ જુવે ? આમ બેઉ જણાં કીડામાં આસક્ત થયાં ત્યારે તે રાત્રી તો એક ક્ષણમાં વ્યતીત થઈ. બાકી રહેલી રાત્રીને જોઈ પ્રદ્યુમ્ન પોતાની સ્ત્રીને કહે છે કે, “હે દેવી! હવે મારા નાના ભાઈ શાબની પાસે જાઉં છું, અને સવારે તને તારા માતાપિતા કે કઈ તારી દાસી પૂછે તે તું કંઈપણ ઉત્તર નહીં આપતા કેવલ મૌન જ રહેજે, કારણ કે, મૌન એ ઉત્તમ શરણ છે. મેં તારા શરીરની વિદ્યાથી રક્ષા કરી છે તેથી એક લેશ માત્ર પણ તારે કોઈ પરાભવ કરી શકશે નહીં. હવે તું ખુશીમાં રહેજે.” આમ ભલામણ આપી પ્રદ્યુમ્ન કુમાર ત્યાંથી શાંબની આગળ