________________
૨૦૪
આવ્યા અને ચૌટામાં ઉભા રહી બે જણ કિનરની પેઠે મધુર સ્વરે ગાવા લાગ્યા; આ મધુર સ્વર સાંભળી સર્વ લેકેનું ચિત્ત તેના તરફ ખેંચાયું. આ વાતની રૂકિમને ખબર પડતાં તે બેને પિતાની સભામાં બોલાવી, પિતાની પુત્રીને પિતાના ખોળામાં બેસાડી રૂકિમ તેઓની આગળ ગવરાવવા લાગ્યો. આવું મનોરંજક સંગીત સાંભળી ચિત્તમાં આનંદ પામેલી વૈદભી એ પૂછયું કે, “તમે બે જણ ક્યાંથી આવેલા છે ?
બેઉ જણા બેલ્યા કે, “ઈન્દ્ર દેવના કહેવાથી કુબેર દેવે ખાસ કૃષ્ણને માટે જ બનાવી આપેલી શ્રી દ્વારિકાપુરી જેવા સારૂ અમે પહેલા સ્વર્ગમાંથી આવેલા છીએ. તે જોઈ અનુક્રમે ફરતા ફરતા અમે તમારી ઉત્તમ નગરી સાંભળી અહીંયાં આવ્યા છીએ. હે રાજન ! આ પૃથ્વી ઉપર કેવલ વિચિત્રતા જોવા માટે જ અમે સ્વર્ગમાંથી અહીંયાં આવ્યા છીએ. ઉદાર દિલની વૈદભો તે બેઉને પૂછે છે, “તમે કૃષ્ણની સ્ત્રી રૂકમણીનાં પુત્ર પ્રદ્યુમ્નને જાણો છો ?
બિબ સમાન અધરવાળા શબે ઉત્તર આપ્યો કે, “હા, જાણીએ છીએ. સ્ત્રીઓને વશ કરવામાં કામ સમાન, રૂપ સંપન્ન એ પ્રદ્યુમ્ન કુમારને કણ ન જાણે? સર્વે લેકે જાણે છે. પૂર્વ ભવમાં જે સ્ત્રીએ મહા દુષ્કર તપ કરેલું હોય તે જ સ્ત્રી એવા વરને પામે; સાધારણને તે એ પતિ સ્વપ્નમાં પણ ન મળે.”
આવી પ્રદ્યુમ્નની પ્રશંસા સાંભળી તેને મળવા ઉત્સુક થયેલી વેદભીએ ખાસ પ્રદ્યુમ્નને વરવા માટે જ દૃઢ નિશ્ચય કર્યો.