________________
૨૦૩
જેમ સૂર્ય વિકાસી કમલિની નિશાના પ્રારંભમાં અને રાત્રી કમલિની સૂર્યોદય વેળાએ નિસ્તેજ થઈ જાય છે તેમજ બંધુએ અપમાન કરાયેલી રૂકિમણી લજજાને લીધે નિસ્તેજ બની ગઈ
દરરોજ પ્રાતઃકાલમાં પોતાની માતાના ચરણનું અભિવંદન કરવા પ્રધુમ્ન આવતા હતા, તે હંમેશની પેઠે આજે પણ આવી અભિવંદન કરી માતાની સન્મુખ જુવે છે ત્યારે કાંઈક દુખથી આતુર થયેલાં જોવામાં આવ્યાં તે જોઈ કુમાર પૂછે છે, “હે જનની ! આપને દુઃખ થવાનું શું કારણ છે તે કહે. ત્રણ ખંડના અધિપતિ કૃષ્ણ જે તમારા પતિ છે, તથા જગતને જીતનાર હું તમારે ત્ર તમારી આગળ કર જોડી ઉભે ' એમ છતાં હે માતા ! તમને દુઃખ શું થયું, તે સત્વરે કહે કે જે તમારા દુઃખને એક ક્ષણમાં દૂર કરી કરજથી મુક્ત થાઉં.”
પ્રેમયુક્ત આવાં પુત્રનાં વચન સાંભળી રુકિમણીએ કુમાર પાસે સર્વ વાત કહી જણાવી. કુમારે કહ્યું કે, “ઠીક છે, ફકર નહીં. હું ચાંડાલ બનીને જ એની પુત્રીને પરણું ત્યારે જ હું પ્રદ્યુમ્ન ખરે, નહીંતર નહીં.” આમ પ્રતિજ્ઞા કરી કે ધ સહિત એકદમ ઘરથી બહાર નીકળી શાબની પાસે ગયા અને તેની આગળ સર્વ હકીકત કહી જણાવી સાંભળતાં વેંત જ, જાણે પ્રદ્યુમ્નનું બીજુ મન કેમ હોય તેમ શાંબ પણ એ વાતમાં સામેલ થયે; બન્ને બંધુએ તે જ ક્ષણે વિમાનમાં બેસી માતુલના પુરમાં ગયા. જઈને બન્ને જણ ચાંડાલ બની, હાથમાં એક ચાંડાલીને લઈ ગામમાં