________________
તેના હાથમાં આપી છે કે, “હે રાજન ! તમારી બેન રુકિમણીએ આ પત્ર આપેલ છે તે વાંચી તમે વિશેષ વાકેફ થશે, અને મેંઢાના જે સમાચાર છે તે હું આપની આગળ કહી સંભળાવું છું. રુકિમણું તમને પ્રેમપૂર્વક કહેવરાવે છે કે, હે ભાઈ! તે તે મારે વિવાહ કૃષ્ણની સાથે ન કર્યો પણ તે તો દેવગથી થયે, તે હે ભ્રાત! મારા પુત્રની સાથે તારી વૈદભી નામની પુત્રીને તું તારે હાથે વિવાહ કરી લે. મારે પ્રદ્યુમન નામે પુત્ર, વિદ્યાવાન, બળવાન અને જગત પ્રખ્યાત છે, તે વરને પામી વૈદભી ઉત્તમ સંતતિને પામે, એમ હું ઇચ્છું છું.” આમ દૂતના મુખેથી સાંભળતાં તરત જ ઉત્પન્ન થયેલા કેપના આડંબરથી વક્ર થયેલી ભ્રકુટીને લીધે ભયંકર રૂકિમ આગળનું વૈર યાદ લાવી તે દૂતને કહે છે કે, “શું આ હું રૂકિમ એ ચાંડાલને મારી પુત્રી આપીશ ? નહીં, એ ગોવાળના પુત્ર પ્રદ્યુમ્નને કદાપિ હું મારી પુત્રી નહીં આપવાનો. અરે બહેન ! કપટથી તારા માતાપિતાને છેતરી તું ગોવાળની થઈ છે તો હજી પણ તું શરમાતી નથી ? મારા વૈરીને કન્યા આપી, શું હું મારા કુળને લજાવું? એ વાત કદાપિ થવાની નથી. હે બહેન ! તું ત્યાં ગઈ છે એટલેથી બસ છે.” - “હે દૂત! જા, જઈને આ મઢાના સમાચાર તું રૂકિમને કહેજે.” આમ કહીને રૂકિમએ ભેજન આપ્યા વગર જ દૂતને રજા આપી દીધી. દૂતે ત્યાંથી ચાલી રુકિમણની આગળ આવી, રૂકિમએ જે અપમાનભરેલા શબ્દો કહ્યા હતા તેમાં જરા મીઠું મરચું ભેળવી દૂતે સવિસ્તર કહી બતાવ્યું.