SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૧ હવે જાબુવતીને દશ માસ સંપૂર્ણ થયા ત્યારે કાંતિમાન ચંદ્ર સમાન, પ્રતાપમાં અગ્નિ સમાન પુત્રનો જન્મ થયે. કૃષ્ણ તે બાળકનું શાંબ એવું નામ પ્રખ્યાત કર્યું. તે જ સમયે કૃષ્ણના સારથિને પણ દારૂક અને જયસેન એ નામે બે પુત્ર થયા. કૃષ્ણના મંત્રીને પણ સુબુદ્ધિ નામે પુત્રને જન્મ થયે. અનુક્રમે સત્યભામાને પણ પુત્રને જન્મ થયે પણ તે જન્મથી જ ભયશીલ હોવાથી જગતમાં ભીરૂ એ નામે જ પ્રસિદ્ધ થયે. તે સમયે કૃષ્ણની અન્ય સ્ત્રીઓને પણ ભાગ્યશાળી પુત્રનો જન્મ થયે. કવિ કહે છે કે, જ્યારે દૈવ અનુકૂળ હોય છે ત્યારે પુત્રાદિક સંપત્તિએ સહજ વૃદ્ધિ પામે છે. જાંબુવતીને પુત્ર, મંત્રીના પુત્ર અને સારથિના પુત્ર સહિત પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગ્યા. એમ કરતાં કરતાં શાંબ આઠ વર્ષની વયને થયે તેટલી વયમાં તે સદૂગુરૂ પાસેથી સમગ્ર કલાઓ શીખી ગયે, કારણ કે, બુદ્ધિશાળી અને ભાગ્યશાળી પુરૂષને કલાઓને અભ્યાસ સહેજે રમતાં રમતાં આવડી જાય છે. જરા પણ શ્રમ લેવું પડતું નથી. આમ કરતાં કરતાં ઘણે સમય વ્યતીત થયા બાદ રૂકિમણને ખબર થયા કે મારા ભાઈ રૂકિમને ત્યાં ગર્વ કરનારી ઈંદ્રાણીને પણ કાંતિમાં જીતી લેનારી વૈદભ નામની પુત્રી છે. એ કન્યા તે મારા પુત્ર પ્રદ્યુમ્નકુમારને જ ગ્ય છે, એમ ધારી, મધુર શબ્દપૂર્વક એક ઉત્તમ પત્ર લખી તે એક દૂતને આપી પિતાના જનકના પુર તરફ વિદાય કર્યો. દુત ત્યાં જઈ ફકિમને નમ્રતાપૂર્વક પ્રણામ કરી પત્ર
SR No.022740
Book TitlePradyumna Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnachandragani, Charitravijay, Ashokchandrasuri
PublisherKirti Prakashan
Publication Year1984
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy