________________
૨૦૦ કઈ દિવસ અન્યથા થતું નથી.”
ત્યાર પછી કૃષ્ણ રુકિમણીના ઘરમાં ગયા ત્યાં તે હાર પહેરી બેઠેલી જાંબુવતીને દીઠી. ક્રૂર દૃષ્ટિથી જોતા કૃષ્ણને જાંબુવતી કહે છે કે, વક દષ્ટિપૂર્વક મને કેમ જુઓ છે ? શું હું તમારી સ્ત્રી નથી ?' ત્યારે કૃષ્ણ હસી બેલ્યા કે, આ દિવ્ય મુક્તાહાર તમારી પાસે ક્યાંથી ?” જાંબુવતી કહે છે કે, “મને તે તમારી કૃપાથી સર્વ વસ્તુ અનાયાસે જ મળી જાય છે. તમે રાત્રીએ જે કાર્ય કર્યું તે આ વખતે જ ભૂલી ગયા શું ? જરા સંભારે, આ હાર તમે જ મને આપે છે તે કેમ ભૂલી જાઓ છે ? આમ વાત કરી જાંબુવતીએ કણને કહ્યું કે, “સ્વામિન્ ! આજે સ્વપ્નમાં સિંહના બાળકે મારા ઉદર પ્રત્યે પ્રવેશ કર્યો છે.” આ સાંભળી સંતુષ્ટ થયેલા કૃણે કહ્યું કે, “ત્યારે તે બહુ જ સારું થયું. હે સુ! આ સ્વપ્નાફળમાં તને પ્રદ્યુમ્ન સદશ વિશ્વમાં પ્રખ્યાત, સૂર્ય સમાન તેજસ્વી, ચંદ્ર સમાન મનોહર કાંતિવાળે મહા બળવાન પુત્ર થશે.
રૂકિમણીના એક પુત્રે પણ છલ રચી કામ કેવું કર્યું? ખરેખર આશ્ચર્યજનક જ છે, કારણ કે, બળવાન એક પણ સિંહ જે કાર્ય એક ક્ષણમાં કરવા શક્તિમાન છે તે કાર્ય શું સેંકડે મૃગલાઓ સેંકડો વર્ષે પણ કરવા શક્તિમાન થાય ? આમ વિચાર કરતા કરતા કૃષ્ણ પિતાને ઘેર ગયા. આ વાત સત્યભામાની આગળ જણાવી નહીં, કારણ કે કૃષ્ણ પિતે શાસ્ત્રરૂપ સમુદ્રને પાર પહોંચેલા તેથી સારી રીતે સ્ત્રીને સ્વભાવ જાણતા હતા.