________________
વાતની ખબર પડી ત્યારે કુમારે પોતાની માતાને કહ્યું કે, હે મા ! મારા પિતા પાસેથી તમે પોતે તે હાર લઈ લે. તમને મારા જેવા પરાક્રમી પુત્ર થશે તો મને પણ એક બીજે સહાયતા કરનાર ભાઈ થાય.”
રુકિમણી કહે છે કે, “પુત્ર ! હું તો એક તારાથી જ કૃતાર્થ છું. કારણ, સિંહની માતાને એક જ પુત્ર હોય છે અને તે એક જ પુત્રથી જ તે સુખે જીવે છે. માટે યોવનમાં કલેશ કરનાર ઘણું પુત્રોની મારે કાંઈ પણ જરૂર નથી.”
ત્યારે કુમાર રુકિમણુને પૂછે છે કે, “માતા ! સર્વ પત્નીએમાં તને અતિ વહાલી તથા પ્રેમ પાત્ર કેણ છે, તે મને બતાવે એટલે તેને હું પુત્ર આપું, કે જે સર્વ કાર્યોમાં મને સહાય થાય.” - રુકિમણી કહે છે કે, હે વત્સ ! ખરૂં પૂછે તે મને જાંબુવતી બહુ જ વહાલી છે, કારણ કે જેણીએ તારા વિરહમાં તથા સત્યભામાએ આપેલાં સંકટમાં મને સહાયતા કરી હતી. માટે જો તું શક્તિમાન છે તે જાંબુવતીને પુત્ર આપ.”
મહા બુદ્ધિશાળી કુમારે પોતાની માતાનું વચન કબુલ કરી ત્યાંથી પોતાને સ્થાનકે જઈ વિદ્યાના પ્રભાવે જાંબુવતીનું રૂપાદિક સર્વ સત્યભામા જેવું બનાવી દીધું, કારણ કે વિદ્યાથી શું થતું નથી ? જે ધારે તે થઈ શકે છે.
આવી રીતે પિતાનું ધારેલું કરી કુમારે પોતાની મા આગળ આવી કહ્યું કે, “મારાથી બનતે પ્રયાસ મેં કરેલ છે. હવે તેની સાર્થકતા કરવી તમારા હાથમાં છે. આમ