________________
નહીં, તું સુખદુઃખમાં મારી સહાયતા કરનારી છે માટે તેને જે ઈચ્છિત છે તે તે હું આ પગલે કરી દઈશ કારણ કે મેં દેવની આરાધના કરી છે તેથી મને કંઈપણ કાર્યમાં અગવડ પડે તેમ નથી. તું એ વિષે બેફીકર રહેજે.”
આવાં મધુર વચનથી સત્યભામાને શાંત કરી કૃષ્ણ પિતાને ઘેર આવ્યા અને સત્યભામાને ભાગ્યશાળી પુત્ર થવા માટે શે વિધિ કરે એમ વિચાર કરવા લાગ્યા. વિચાર કરતાં કરતાં અષ્ઠમ તપ કરવાની પિતાને બુદ્ધિ થઈ ત્યારે કૃષ્ણ બ્રહ્મચર્યવ્રત ધરી અષ્ટમ તાપૂર્વક હરિણુગમેષી નામના દેવની આરાધના કરી. જેની સિદ્ધિ અચિંત્ય છે તેવા તપના પ્રભાવથી ત્રીજે દિવસે પૌષધને અંતે તે દેવ દિવ્ય વેષ ધરી પ્રગટ થઈ કૃષ્ણને પૂછે છે કે, “હે રાજન! તે શા માટે મારૂં સ્મરણ કરેલું છે ? ત્યારે કૃષ્ણ કર જોડી કહ્યું કે, “હે દેવ! મારી સત્યભામાં સ્ત્રીને વિષે પ્રદ્યુમ્ન સદશ પુત્ર થવાની ઈચ્છાથી મેં તમારું સ્મરણ કરેલું છે.”
આમ કહેવાથી સંતુષ્ટ થયેલા દેવ કૃષ્ણને કહે છે કે, તને જે સ્ત્રીમાં પુત્ર થવાની ઈચ્છા હોય તે સ્ત્રીના કંઠમાં, મારે આપેલ મેતીને હાર પહેરાવી તું તે સ્ત્રીને ભગવ, તને પ્રદ્યુમ્ન સમાન મહા પુણ્યશાળી પુત્ર થશે. આ બાબતમાં તું વિશ્વાસુ રહેજે કારણ કે દેવની વાણું કોઈ દિવસ પણ મિથ્યા થતી નથી.” તે દેવ આ પ્રમાણે કહી એક મેતીને હાર કૃષ્ણને આપી અદશ્ય થયા. કૃષ્ણ ત્યાંથી ઉઠી તીર્થના જળથી સ્નાન કરી અષ્ટમ તપનું પારણું દુધપાકથી કરી આનંદ પામ્યા. પ્રજ્ઞસિ વિદ્યાના પ્રભાવથી પ્રદ્યુમ્નને આ