________________
૧૯૫ થઈ છે. મને તે આ કેઈ એ અધમ પુત્ર થયું છે કે જેથી મને કંઈ પણ જાણતું નથી. માટે હું તે શરદ ઋતુમાં તાપથી કરમાઈ ગયેલી વેલની પેઠે જીવતી છતી પણ મરી ગયા જેવી જ છું.” આમ ચિંતાતુર થયેલી સત્યભામાં અંતરમાં બળતા તાપને લીધે ઉષ્ણુ અને લાંબા નિઃશ્વાસ મૂકતી, એક જીર્ણ માંચડા ઉપર પડી.
સત્યભામાના પ્રેમથી બંધાયેલા કૃષ્ણ મહારાજ શેડી વાર પછી તેની આગળ આવ્યા. તેવી અવસ્થામાં પડેલી સત્યભામાને જોઈ તેનું કારણ પૂછે છે કે, હે દેવી ! હે સુબ્ર! તને શું દુઃખ થયું ? કેણે તારે પરાભવ કરે છે? અથવા કઈ વસ્તુમાં તારી ઈચ્છા થઈ છે? બેલ, તારી સર્વ ઈચ્છા પૂર્ણ કરનાર આ હું બેઠે છું માટે તને જે દુઃખ હોય તે બેલી દે એટલે તેને તરત ઉપાય થાય.”
બહુ જ દુઃખના બોજાથી દબાઈ ગયેલી સત્યભામાં ગળગળા સ્વરે બોલી કે, “હે પ્રભે ! આજ દિવસ સુધી તે આપના પ્રતાપથી મારે પરાભવ થયે નથી, તેમજ કેઈપણ રત્નાદિક શ્રેષ્ઠ વસ્તુઓમાં મારી સ્પૃહા પણ નથી, કારણ કે, ચિંતામણિ સમાન તમારી કૃપાથી મારી પાસે સર્વ ઉત્તમ વસ્તુઓનો સંગ્રહ છે, પણ હે સ્વામિન ! પ્રદ્યુમ્ન સદશ મને પુત્ર નથી માટે તેના જે મને પુત્ર આપો કે જે હું ચિંતવું તે કરી આપે. જગતમાં સ્ત્રીઓને સપત્નીને વ્યવહાર બહુ જ દુસહ હોય છે તેથી તે દુઃખને લીધે મારું મન આકુલ વ્યાકુલ થઈ જવાથી હું નક્કી મરી જઈશ.” ત્યારે કૃષ્ણ બોલ્યા કે, “હે દેવી! તું જરાપણું દિલગીર થઈશ