________________
૧૯૪ કુમારને તે આપવા લાગ્યા પણ કુમારે તે કન્યા ન લીધી. તેના કારણમાં કહે છે કે, “મારા ભાઈ ભાનુકુમારને તમે એ કન્યા આપી ચૂક્યા છે, તે હવે તે તે મને ભ્રાતૃપત્ની થાય માટે મને ઉચિત નથી.”
આવાં ન્યાયયુક્ત કુમારનાં વચન સાંભળી સંતેષ પામેલા કૃષ્ણ મોટે વિવાહ મહોત્સવ કરી તે કન્યા ભાનુકુમારને આપી. હવે પ્રદ્યુમ્નકુમારે વિદ્યાધરોના અધિપતિ કાલસંવર રાજાને ત્યાંથી સર્વ સંપત્તિઓ તથા “રતિ” વિગેરે સર્વ સ્ત્રીઓ દ્વારિકામાં મંગાવી લીધી. કૃષ્ણ મહારાજે પણ વિદ્યાબળ અને બાહુબળ વડે અધિક બળવાન પ્રદ્યુમ્નકુમારનો તે કન્યાઓની સાથે હર્ષપૂર્વક વિવાહ કર્યો. પ્રદ્યુમ્નના ચરિત્રો તાલસુરમાં ગાઈ શકાય તેવા મેટા છંદમાં બનાવી ભાટ ચારણ સદા ગાવા લાગ્યા તથા વિષ્ણુ વગાડનારાએ તે ચરિત્રો વિણામાં ગાવા લાગ્યા. આવી રીતે ભાટ ચારણના મુખથી તાલ સુરમાં ગવાતા, પવિત્ર તથા વિશાળ પ્રદ્યુમ્નના ચરિત્રો સાંભળી સત્યભામાને ઈર્ષારૂપ અગ્નિ વિશેષ પ્રજવલિત થયે. સત્યભામા પિતાના મનમાં વિચાર કરે છે કે, “અરે, મારે પુત્ર તે પુણ્યહીન અને જીવતાં છતાં પણ મરી ગયા જેવું જ છે કારણ કે જેનું નામ કે ઈપણ જાણતું નથી તે મને કોણ ઓળખે પ્રદ્યુમ્નકુમાર અને તેનું ચરિત્ર તે આખા જગતમાં પ્રખ્યાત થઈ ગયું છે, તેને લીધે તેની મા રુકિમણુના ગુણ ગવાય છે; જેમ અરિષ્ટનેમિની માતા શિવાદેવી પિતાના પુત્રને લીધે આખા વિશ્વમાં પ્રખ્યાત છે તેમજ રૂકિમણ પણ પિતાના પુત્રને લીધે પ્રસિદ્ધ