________________
अथ नवमः सर्गः પ્રદ્યુમ્નકુમાર માતાપિતાને ઘેર આવ્યું ત્યારે કૃષ્ણ વસુદેવાદિ સર્વ યાદવ પુત્ર સમાગમને મહત્સવ કરી રહ્યા છે, અનેક વાજિંત્રો વાગી રહ્યાં છે, કૃષ્ણની સભામાં માણસ
ક્યાંય પણ માતા નથી, તથા આખી સભામાં આનંદ મંગલ થઈ રહેલ છે. તે સમયે દુર્યોધન રાજા, ઈન્દ્રની સભાને પણ તિરસ્કાર કરનાર શ્રી કૃષ્ણની સભામાં પોકાર કરતા કરતા આવી કહે છે કે, “હે સ્વામિન! શ્રી દ્વારિકાપુરીની બહાર અમારી જાન રહેલી છે તેમાંથી, અનેક આભરણાદિક વડે ભૂષિત મારી કન્યાને કે એક પુરૂષ બળાત્કાર કરી ઉપાડી ગયેલ છે.
કૃષ્ણ કહે છે કે, “હે રાજન ! એ વિશે મને જરા પણ ખબર નથી, કારણ કે હું કંઈ સર્વજ્ઞ નથી, માટે તમે પોતે અનુચને મોકલી તેની શોધ કરી.
તે વખતે પ્રદ્યુમ્નકુમાર કહે છે કે, “પ્રજ્ઞપ્તિ વિદ્યાના બળથી શેધ કરી તમારી પુત્રી લાવી આપીશ, તે વિષે તમારે જરા પણ ચિંતા ન કરવી. નિશ્ચિત રહે.” આમ કહી થોડો વિલંબ કરી પ્રદ્યુમ્નકુમારે નારદની આગળ તે પુત્રી મંગાવી દુર્યોધન રાજાને સેંપી દીધી. ત્યાર પછી કૃષ્ણને ખબર પડી કે, કન્યાહરણાદિક સર્વે ચરિત્ર આ કુમારનું છે. આમ ખબર પડતાં મહા બળવાન પોતાના પુત્ર પ્રદ્યુમ્નકુમારને તે કન્યા આપવા માટે કૃષ્ણની ઈચ્છા થઈ અને