________________
૧૧ આશ્ચર્યરૂપ સમુદ્રમાં મગ્ન થયે હું તમારી રૂપસંપત્તિ, ઉદારતા, દાન આપવાની ચતુરાઈ નિરાભિમાનતા આશ્ચર્ય
ચતર પત્તિ, જનક છે તથા તમારૂં ઐશ્વર્ય, બાહવીર્ય, વૈર્ય અને પૂજ્યમાં વિનયયુક્ત રહેવું ઇત્યાદિ સમગ્ર જનને મોહજનક છે, કામ, ક્રોધાદિ શત્રુઓથી ન જીતી શકાય તેવા શાંત્યાદિક ગુણે પુરૂષોત્તમત્વને લીધે અહપૂર્વિક્તાથી તમને આશ્રય કરી રહ્યા છે, તે સમગ્ર હું જાણું છું. એ સમગ્ર જોઈ ચિત્તની આકાંક્ષા શાંત કરી, પણ મેં સાંભળેલું છે કે સુંદર મુખવાળી લેકમાં પ્રખ્યાત રૂપસંપત્તિ-અન્ય સ્ત્રીને તિરસ્કાર કરનારી સત્યભામા નામની તમારી મુખ્ય મહિષી છે. તે હું તે તમારી સ્ત્રીને જોઈ મારા નેત્રના જન્મને સફળ કરું, કારણ કે મારા કર્ણ તે લેકના મુખથી શ્રવણ કરી સંતુષ્ટ થયા છે, પણ દર્શન નહી થવાથી નેત્રની ઉત્કંઠા પૂર્ણ થઈ નથી. માટે જે તમારી આજ્ઞા હોય તે તે નેત્રની ઉત્કંઠા પૂર્ણ કરૂં.
નારદમુનિના આ વાક્યામૃતનું કર્ણદ્વારા પાન કરી હર્ષિત થયેલા કૃષ્ણ મહારાજ કર સંપુટ કરી બોલ્યા કે હે દેવર્ષિ! આપ તે બ્રહ્મચારી છે તેથી આપની ગતિ સર્વ સ્થળમાં અખલિત છે. તે પણ હું રજા આપું છું કે આપ મારા સર્વ અંતઃપુરને દષ્ટિગોચર કરી પવિત્ર કરે તેમજ સત્યભામાં પણ તમારા ચરણમાં મસ્તક નમાવી, સત્યવાદી બ્રહ્મચર્યવ્રત ધરનારા તમારી પાસેથી અપુણ્ય જનને અતિ દુર્લભ કલ્યાણ કરનારી ઉત્તમ આશિષને પ્રાપ્ત થાઓ એવી રીતે કૃષ્ણથી અનુમતિ અપાયેલા કંચુકિ જનેએ નહી અટકાવેલા મિથ્યા કલહ કરાવવામાં પ્રીતિ રાખનારા નારદમુનિ અંતઃપુરમાં ગયા.