________________
ગયા છે, આજ તે ઘણેક દિવસે દર્શનનો લાભ આપે. આવી રીતે જે સતપુરૂષો પિતાને ઘેર આવેલા સ્નેહીજનને આદર સત્કારપૂર્વક કહે છે તેવા પુરૂષોને ઘેર મનમાં કોઈ જાતની શંકા રાખ્યા વગર જવું સર્વદા ગ્ય છે.
वचने पि दरिद्रत्व धनाशा तत्र कीदृशी ॥ यवागुजरणे जाडयं मोदकानां तु का कथा ॥२॥
અથ–જેના વચનમાંજ સદા દરિદ્રતા રહેલી છે, ત્યાં વળી ધનની આશા કેવી હોય ? જેને રાબડી પચવી પણ મુકેલ થતી હોય તેને લાડુ પચવાની શી વાત કહેવી ?
નારદમુનિના મુખની સન્મુખ દષ્ટિ રાખી હાથ જોડી પિતાના સિંહાસન ઉપર બેઠેલા કૃષ્ણ બલદેવ નારદમુનિની પાસે અનેક દેશની વાર્તા કરવા લાગ્યા. નારદમુનિ પણ કુશલતા પૂછે છે કે હે કૃષ્ણ બલદેવ! તમારા દેશમાં, નગરમાં કુલમાં, સૈન્યમાં, કુશલતા વતે છે! તથા બને ભાઈને સ્નેહ પણ પૂર્વ પ્રમાણે જ છે !
નારદમુનિનાં આવાં નેહપૂર્વક વચન શ્રવણ કરી કૃષ્ણમહારાજ કહે છે કે જેનું કીર્તન સમગ્ર જગતમાં પ્રસિદ્ધ છે એવા આપ જેવા મહાત્મા અમારા શુભચિંતક છે તે અમારૂં અકુશલ ક્યાંથી હોય? અને બંધુઓમાં પરસ્પર પ્રેમને અભાવ પણ ક્યાંથીજ હોય ? તથા અનેક જન્મથી ચાલી આવતી આપણું બેયની પ્રીતિ પણ કેમ નષ્ટ થાય ?
ઈત્યાદિક મધુર વચનથી સંતુષ્ટ થયેલા દેવર્ષિ પુનઃ બેલ્યા કે હે પુરૂષોત્તમ! તમારી સંપત્તિનું અવલોકન કરવા માટે આવેલે હું લેકેથી અવર્ણનીય તમારી સંપત્તિ જોઈ