________________
વિષકાથી હાસ્યરસમાં મગ્ન થએલા, હાથીનું યુદ્ધ, મધુનું યુદ્ધ, કુકડાનું યુદ્ધ, ઉંટનું યુદ્ધ અને ઘેટાનું યુદ્ધ ઇત્યાદિ યુદ્ધને કરાવનારા અને તેના યુદ્ધને અંધ પાડનારા, ઉદાર મનવાળા ખલદેવના ભ્રાતા, લક્ષ્મીના નાથ કૃષ્ણમહારાજ એક દિવસે સભામાં ખેડા છે. તે સમયે આકાશમાર્ગે ચાલ્યા આવતા દૂર રહેલા સાક્ષાત્ તેજોમય પુરૂષને જોઈ આ કાણુ હશે એમ સભાસદો શકાપૂર્વક વિચાર કરે છે, તેટલામાં તે પુરૂષ અતિ નજીક આવવાથી સને નિશ્ચય થયા કે, મૃગચર્મ ધારણ કરનારા, જટારૂપ મુકુટથી સુÀભિત, હસ્તમાં દંડ રાખનાર, જેનાં નેત્ર પીળાં છે, કલેશની વાર્તા જેને અતિ પ્રિય છે, મહાત્ લેાકેાને પણ માનવા લાયક, અખંડિત બ્રહ્મચર્ય વ્રત ધરનાર આ નારદ છે, એમ જાણી શ્રીકૃષ્ણ બળદેવાદિક પુરૂષો પોતાના આસન ઉપરથી ઉઠી સન્મુખ જઈ પ્રણામ કરી અર્ધપાદ્યાર્દિક આપી, હસ્તગ્રહણ કરી સભામાં લઈ આવ્યા. કૃષ્ણે કરેલા સન્માનથી હર્ષિત થતાં તે નારદમુનિને કૃષ્ણ તથા બલદેવે દુર્વા (ધ્રોખડ) તથા સરસવથી પુજીને મોટા આસન ઉપર બેસાડ્યા. શાસ્ત્રમાં કહ્યું છે કે—
पह्यागच्छ समाविशासनमिदं प्रीतोस्मि ते दर्शनांतू का वार्ता परिदुर्बलोसि च कथं कस्माच्चिरं दृश्यसे ॥ इत्येवं गृहमागतं प्रणयिनं ये भाषन्त्यादरात् तेषां युक्तमशंकितेन मनसा गंतुं गृहे सर्वदा ॥ १ ॥
અથ ઃ—અહા ! હા પધારે પધારી, આ આસન ઉપર ખીરાજમાન થાઓ, આપના દર્શનથી હું બહુજ ખુશી થયે છું ખેંલેા શું હકીકત છે, આમ અતિ દુલ કેમ થઈ