________________
૧૮૬
સ્થળે કૃષ્ણને જોઈ બળદેવ અતિ કોપાયમાન થઈ કૃષ્ણને કહે છે કે, અરે કૃષ્ણ ! તારા મોટાભાઈની પણુ હાંસી કરવાની ટેવ તને ઉચિત નથી કે, જે એક તરફથી મને ત્યાં સમજાવવા મેકલે છે અને ખીજી તરફથી ત્યાં જઈ સિંહાસન ઉપર ચડી બેસે છે. આ શું કહેવાય ? હું તેા એ જોઈ શરમાઈ ગયા. તું તેા સત્તા નિલજ્જ છે. આ લેાકમાં કહેવત છે કે ઉદ્ધૃત જનાને લજ્જા જનાને વિદ્યા કયાંથી હોય ?’
કયાંથી જ હાય અને પ્રમાદિ
બળદેવ ક્રોધને લીધે લાલચેાળ મની જેમ તેમ ખેલવા લાગ્યા ત્યારે કૃષ્ણે કર જોડી વિનયપૂર્વક કહ્યું કે, હે જ્યેષ્ઠ બધા ! હું ત્યાં ખીલકુલ ગયા જ નથી, તમને જો પ્રતીતિ ન આવતી હાય તો આ બાબતમાં હું પિતાશ્રી વસુદેવના તથા તમારા ચરણના સ્પર્શ કરૂ છું. આ વિશ્વમાં વસુદેવ કરતાં તથા તમારા કરતાં મને મારા પ્રાણ કરતાં પણ અધિક પ્રિય બીજો કાઈ નથી.'
આવી રીતે કૃષ્ણે મધુર વાણીથી ઘણું સમજાવ્યા ત્યારે બળદેવનું ચિત્ત સ્વસ્થ થયું. પણ સાપણુની પેઠે ક્રૂર આશયની સત્યભામા સમજાવી સમજી નહિ, ત્યારે હાથ લાંબા કરી જેમ તેમ બકતી ગરલ સમાન ઉગારી બહાર કાઢતી કાઢતી તથા ઉતાવળને લીધે જેનાં વસ્ત્ર શિથિલ થઈ ગયાં છે, તેવી સત્યભામા પેાતાને ઘેર ચાલી ગઈ. લાકમાં એક કહેવત છે ઠે, રાંધેલા ભાત એકદમ શીતળ થઈ જાય છે પણ દાળનું એસામણ એકદમ શીતળ થતું નથી.' પ્રદ્યુમ્નકુમાર તથા રૂકિમણી જ્યાં બેઠાં છે ત્યાં નારદમુનિ આવી રૂકિમણીને