________________
૧૮૫
હાંસી સમય ઉપર સારી લાગે છે, અને સમય વિના તે હાંસી વિષ તુલ્ય થઈ પડે છે. માટે હાંસી છોડી દઈ કેશ અપાવે.”
આવી રીતે સત્યભામાએ ઘણે જ ઠપકે આપે ત્યારે તેણની ઘણીક પ્રેરણાથી કૃષ્ણ બળદેવને કહ્યું કે, “ભાઈ ! તમે રૂકિમણના ઘેર જાઓ અને તેને સમજાવે કે, “તું શરતમાં તારા કેશ હારી ગઈ છે. એ બાબતમાં હું કૃષ્ણ અને દુર્યોધન એ ત્રણે જણ અમે સાક્ષી છીએ, માટે તું તારી મેળે સમજી કેશ આપી દે. હે રૂકિમણું! આ બાબતમાં તારે જરા પણ હઠ કરે જોઈતો નથી.” આ પ્રમાણે જઈને મધુર વાણીથી તેને કહે. આપ તે વિદ્વાન છે, સમજુ છે, અને સૌમ્ય છે, તેથી તમને કોઈ વિશેષ કહેવું પડે તેમ નથી.”
કૃષ્ણ મહારાજે આમ કહ્યું ત્યારે બળદેવ ત્યાંથી ચાલી રૂકિમણીના ઘર આગળ આવ્યા ત્યાં પ્રદ્યુમ્નકુમારને ખબર પડતાં તરત જ પિતાની વિદ્યાને લીધે અચિંત્ય શક્તિ હેવાથી કૃષ્ણનું રૂપ કરી બેસી ગયે. આમ કરવાથી શાસ્ત્રના રહસ્યને જાણનાર પુણ્યશાળી તથા વિચક્ષણ કુમારે, પુત્ર પિતા તુલ્ય હોય છે, આ લૌકિક ન્યાયની સત્યતા કરી બતાવી.
બળદેવ ઘરમાં આવી જુવે છે ત્યાં પિતાના સિંહાસન ઉપર બેઠેલા કૃષ્ણને જોયા અને તેની આગળ બેસી પાનપટી કરવામાં વ્યગ્ર થયેલી રૂકિમણીને દીઠી. આ બેઉને, જોઈ લજજત થયેલા બળદેવ તરત જ ત્યાંથી પાછા વળી પિતાને સ્થાનકે આવ્યા. ત્યાં પણ કૃષ્ણને દીઠા. આમ બેઉ