________________
૧૮૪
સઘળાના કેશ લઈ પાછા સત્વર આવો.
આવી રીતે હુકમને તાબે થયેલા, પરતંત્ર સર્વે અનુચર કંપતા કંપતા રુકિમણુને ઘેર ગયા ત્યારે બાળમુનિએ તેઓને પણ મુંડી નાંખ્યા અને શરીરમાં કેટલીક જગોએ ચામડી ઉખેડી નાંખી. ત્વચા ઉખડી જવાને લીધે વહેતા રૂધિર પ્રવાહથી દુઃખી થયેલા તે સર્વે દાસ જને, મૂર્ખ શિરોમણી સત્યભામાની નિંદા કરતા કરતા તથા રડે પાડતા પાડતા સત્યભામાની આગળ આવ્યા. આવીને સર્વ હકીકત કહી જણાવી, ત્યારે વિચાર વગરની સત્યભામાં એકદમ કૃષ્ણની પાસે જઈ કહેવા લાગી કે, “તમે મને રુકિમણીના કેશ સત્વર અપા, કારણ કે, અમારે ઠરાવ થતી વખતે તમે તથા બળદેવ સાક્ષી છે, માટે અહીંથી ઉઠી ત્યાં જઈ તમે પિતે તેના કેશ ઉતારી આપ.” - હાંસી કરવાની જેને ટેવ છે તેવા કૃષ્ણ મશ્કરીમાં કહ્યું કે, “હે સત્યભામા ! તું મુંડાઈ એટલે બસ સર્વ થઈ ગયું ! સાક્ષીઓની સાક્ષી પૂરાઈ ગઈ. હવે રૂકિમણીના કેશ ઉતારવાની શી જરૂર છે? કારણ કે રુકિમણીને બદલે તું મુંડાઈ અને ત્યારે બદલે રૂકિમણ ન મુંડાઈ એ તે બહુ જ સારું થયું, કારણ કે બેમાંથી એકનું મુંડન થવાનું હતું તે થયું, તે હવે શું છે ?
કૃષ્ણના મુખથી આવાં વાક્યો શ્રવણ કરી, કોઇ પામેલી સાક્ષાત્ નાગણ સમાન ઉછળતી સત્યભામાં બોલી કે, “અરે કપટી! આવું કપટ કરી કરીને જ આખા કુળને વિનય વગરનું કરી દીધું છે, માટે હસીને સમય નથી,