________________
૧૮૨
ઘાસની વખારવાળા કહે છે કે ઘાસની તમામ વખારોમાં એક પણ પળે નથી. કોઈ પુરૂષે આવી તમામ વખારે ખાલી કરી દીધી છે.” જળશાળાના અધિકારીઓ બોલ્યા કે, “કોઈ પુરૂષ આવી જળશાળામાંથી તમામ પાછું પી ગયેલ છે. હાલ તે જળનું એક બિંદુ પણ નથી.
અનુચરે આવી બેલ્યા કે, “ઢગ કરી આવેલા કોઈ એક પુરૂષે ભાનુકુમારને અશ્વ ઉપરથી પછાડી નાખેલ છે.”
દાસીઓએ આવી બ્રાહ્મણે કરેલું સર્વ નુકશાન કહી બતાવ્યું. - સર્વજનના મુખથી નુકસાનીના સમાચાર સાંભળી એકદમ સત્યભામા ઓરડાની બહાર આવી, ત્યાં વમનને લીધે અતિ દુર્ગધી થયેલી પિતાની શાળા જોવામાં આવી, તથા માદક, એદન, વ્રત અને વિવિધ શાકાદિક તમામ વસ્તુઓથી ખાલી થયેલી ભેજનશાળા જેવામાં આવી. આ અનર્થ જોઈ સત્યભામા પણ બોલી કે, “હાય, હાય, મને પણ કોઈ કપટી દુષ્ટ પુરૂષ આવી છેતરી ગયું છે, કે જે ફાટેલ વસ્ત્ર પહેરાવી શરીર દુર્ગધ કરી મને મુંડી ગયે.” જરા મનમાં વિચાર કરે છે કે, “આ વાતની રૂકિમણને ખબર ન થાય તેટલામાં હું તેના કેશ મંગાવી લઉં.” આમ વિચાર કરી સત્યભામાએ, કેશ લેવા માટે છાબ હાથમાં દઈ કેટલીક દાસીઓને રૂકિમણને ઘેર મેકલી. તે દાસીઓ રુકિમણને ત્યાં આવી હસતી હસતી રૂકમણને કહે છે કે,
અમારા માનવંતા રાણે સત્યભામાં તમને આદેશ કરે છે કે, સૂર્ય સમાન તેજસ્વી ભાનુકુમાર નામે મારે પુત્ર