________________
૧૮૧
મેદકો પચવા બહુ જ મુશ્કેલ છે.”
બાળમુનિ કહે છે કે, “હવે એ ગમે તેવા હાય પણ તુ એ મેાદકે મને આપી દે ! તું તે મહા કૃપણ લાગે છે કે જેથી આપતી નથી; અમુક વાસ્તે બનાવેલા છે એમ નાહક ખાટુ' શા માટે ખેલે છે ?” આમ કહેવાથી રૂકિમણીએ ખીતાં ખીતાં એક લાડુ મુનિના હાથમાં આપ્યા, ત્યારે મુનિએ તા તે લાડુના એક જ કોળીયા કર્યાં; રૂકિમણીએ બીજો લાડુ આપ્યા તેનેા પણ એક જ કવલ કરી ખાઈ ગયા. એવી રીતે ત્રીજો આપ્યા, ચાથે આષ્યા, એમાંથી કાઈના પણ એ કવલ ન કર્યાં. રૂકિમણી જેમ જેમ આપતી ગઈ તેમ તેમ પ્રદ્યુમ્નકુમાર ખાતા ગયા. આ જોઈ રૂકિમણી મનમાં વિસ્મય પામી કે, “હિર કરતાં પણ મહા મંળવાન આ પુરૂષ કાણુ હશે ? કૃષ્ણ મહારાજ પણ એક ઉપરાંત બીજો લાડુ ખાઈ શકતા નથી અને આ તા બાળક છે, તે પણ ખાધે જ જાય છે. ધરાતા જ નથી.” આમ વિચાર કરે છે તેવામાં જેની ક્ષુધા શાંત થઈ છે તેવા ખાળમુનિએ (ચર્ લીધુ) પાણી પીધુ
આ વાત હમણાં એટલેથી જ રાખીએ અને સત્યભામા તરફે જરા લક્ષ દઈ એ.
સત્યભામા એરડામાં કુળદેવીની પાસે બેસી એકાગ્ર ચિત્તથી જપ જપતી હતી તે સમયે, ઉદ્યાનપાલ, ઘાસના વખારદાર વિગેરે આવી કહેવા લાગ્યા કે, હે સ્વામિનિ ! કોઈ પુરૂષે આવી તમારૂં વન તમામ ફળ રહિત કરી મૂકયું છે. હાલ તા તેમાં એક પણ ફળ નથી.”