________________
૧૮૦ મુનિનાં વચન સાંભળી અતિ રાજી થયેલી રૂકિમણુએ કહ્યું કે, “હે તપસ્વિન ! બેલે, તમને શું આપું? તમે તમારા મનને પૂછી જુઓ કે જેની ઉપર આપની રૂચિ હોય તે આપું. તમને જ્યાં હું જોઉં છું ત્યાં મને પુત્રના જે અધિક અધિક પ્રેમ વધે છે. માટે હે બ્રહ્મચારિન ! પિતાની માતા આગળ જેમ, તેમ તમારે મારી આગળ માગતાં જરા પણ શરમાવું નહીં.”
બાળમુનિ બેલ્યા, “મેં સોળ વર્ષ સુધી તપ કરેલું છે તેથી હું બહુ કૃશ થઈ ગયો છું માટે મને પચે તેવી નવી રાબડી બનાવી આપ.” - આમ કહેવાથી રૂકિમણીએ આગળ કરી મૂકેલા લાડુ ભાંગી ભૂકો કરી તેમાં ખૂબ ઘી નાંખી ચુલા ઉપર ચડાવ્યા. તેની નીચે અગ્નિ સળગાવ્યો. તાપ કરવા માટે તેણીએ ઘણે પ્રયાસ કર્યો પણ તે મુનિની માયાથી અગ્નિ જરા પણ પ્રજ્વલિત ન થયું. આખરે અતિ પ્રયાસને લીધે તેનું આખું શરીર પરસેવાથી રેબઝેબ થઈ ગયું અને બહુ થાકી ગઈ. ઘણે વખત થઈ ગયે ત્યારે માયાવી મુનિ બેલ્યા કે, ક્ષુધાને લીધે મારું ઉદર તે છેક પાતાળમાં ઉતરી ગયું છે. હવે તે હું એક ક્ષણ પણ ભૂખ સહન કરી શકું તેમ નથી અને આ તારે ચૂલે ક્યારે પ્રજવલિત થશે અને ક્યારે રાબ થશે માટે ચાલ, મને લાડુ જ આપી દે.” ( રૂકિમણું બેલી કે, “મહારાજ! એ મેદકે તે માદક દ્રવ્ય નાખી ખાસ કૃષ્ણને માટે જ બનાવેલા છે. તે લાડુ જે બીજે કઈ ખાય તે તે જ ક્ષણે મૃત્યુ પામે, કારણ કે એ