________________
૧૯૫
એવું કામણ કરેલું છે કે મારે ઘેર કોઈ દિવસ આવતા નથી. માટે હૈ દ્વિજ ! મારૂં' એવું રૂપ બનાવે કે જેને લીધે હું રૂકિમણીને જીતી લઉં અને મારા પ્રેમ રૂપી રજુથી બંધાચેલા કૃષ્ણ સદા મારે જ ઘેર વસે.”
સત્યભામાનાં આવાં વચન સાંભળી બ્રાહ્મણે હસતાં હસતાં કહ્યું કે, પ્રથમ પેાતાના શરીરનું ખરાબ રૂપ કર્યાં સિવાય રૂપાળાપણું થતું નથી જેમકે, પ્રથમ પુરૂષનું શરીર ખારા ચેાપડવાથી કદરૂપું થાય છે પણ તે પછી સ્વચ્છ જળથી સ્નાન કરવાને લીધે પુરૂષનું શરીર નિર્મળ અને રૂપાળું અને છે. તેમજ દ, મણી, ખડગ અને વસ્ત્ર, ઇત્યાદિક પદાથી સ્વચ્છ કરતાં પહેલાં મલીન હેાય છે ત્યાર બાદ ઉત્તમ વસ્તુના યાગથી નિર્મળ તેજસ્વી થાય છે. હે માનુની ! તેમજ તું પણ કૃષ્ણ મહારાજાની મુખ્ય પટરાણીથી અને મારા મંત્રની પ્રબળ શક્તિથી તું ઈંદ્રાણીને પણ જીતી લઈશ. હું સૌભાગ્યવતી ! તું પણ પ્રત્યક્ષ અનુભવ લઈશ ત્યારે તને પૂર્ણ ખાત્રી થશે.”
આવાં બ્રાહ્મણુનાં વચન સાંભળી મનમાં ઘણા ઉત્સાહ પામતી સત્યભામા બેલી કે, વિપ્ર ! ત્યારે મારે વિધિ શુ કરવી તે આપ જેમ જાણતા હેા તેમ દર્શાવા અને પછી તેના મંત્ર પણ શીખવા.”
માયાથી બ્રાહ્મણુ બનેલા પ્રદ્યુમ્નકુમારે કહ્યું કે, “તેની વિધિમાં પ્રથમ તે તમે તમારા મસ્તકનું મુંડન કરાવા અને ઓરડાની અંદર જઈને સર્વ વસ્ત્ર ઉતારી નગ્ન થાઓ. તે પછી તેલની સાથે મસ મેળવીને આખા શરીરમાં તેનું લેપન