________________
૧૭૪ સત્વર ચાલી જા, ખોટેખોટી કુબજીકા દાસી બને છે. કુબેજીકા દાસી તે કુબડી છે અને તું તે અસર સમાન રૂપાળી છે.” - આકૃતિમાં ફેરફાર થવાથી સત્યભામાએ જ્યારે ન ઓળખી ત્યારે દાસીએ પિતાની ખાત્રી આપવા માટે કેટલીક ગુહ્ય નિશાનીઓ આપી. પૂરેપૂરી ખાત્રી આવતાં એકદમ સત્યભામા બેલી ઉઠી કે, “અરે, દાસી ! કહે કે શું હકીકત બની જેથી એક ક્ષણવારમાં જ તારૂં કુજ પણું નષ્ટ થયું ?” આમ સત્યભામાએ પૂછ્યું ત્યારે દાસીએ બ્રાહ્મણે કરેલા ઉપકાર સંબંધી બનેલી સર્વ હકીકત કહી બતાવી આ વાત સાંભળતા તરત જ સત્યભામાં બોલી કે, “હે દાસી ! તે બ્રાહ્મણને જલદી લાવી આવ.” રાણીને હુકમ થતાં દાસી દોડી જઈ આંગણામાં ઉભેલા બ્રાહ્મણને બોલાવી આવી. આવતા બ્રાહ્મણને જોઈને તરત જ આસન ઉપરથી ઉઠીને સત્યભામાએ કર જોડી વિનયપૂર્વક બ્રાહ્મણને પ્રણામ કર્યા.
બ્રાહ્મણે આશીર્વાદ આપે કે, લાંબા વખત સુધી અનુપમ રૂપવાળી થા, કૃષ્ણ મહારાજના મનને રંજીત કર તથા ફરીથી નવીન યૌવનવાલી થા.”
હે સ્વામિન ! આપની કૃપા હશે તે તેમ થવામાં સંશય નથી.” આમ કહીને સત્યભામાએ મોટું આસન નાખી બ્રાહ્મણને બેસાડ્યા. પોતે તેની આગળ બેસી બ્રાહ્મણને કહેવા લાગી કે, “મહારાજ ! જે તમે મને આશીર્વાદ આપે છે તેવી જ મને બનાવી તમારા આશીર્વાદની સત્યતા કરો. મહારાજ રુકિમણી નામે મારી એક શેક છે તેણીએ મારા પતિ કૃષ્ણને વશ કરી લીધા છે. તેણીએ કૃષ્ણ ઉપર