________________
૧૭૩ કુબેજીકાને સરલ બનાવી દીધી.
કુમ્ભત્વને દૂર કરનારી આશ્ચર્યજનક આવી વિદ્યાની શક્તિ જોઈ મનમાં વિસ્મય પામેલી તે દાસી બ્રાહ્મણને પૂછે છે કે, “મહારાજ ! આપ કેન અતિથિ છે, તથા આપનું નામ શું છે? | માયાથી બ્રાહ્મણ બનેલા કુમારે કહ્યું, “બહેન ! સાંભળ, મારા બે નામ છે, એક તે મોદકપ્રિય અને બીજું વટકપ્રિય. આ બે નામથી હું ઓળખાઉં છું. જેને ત્યાં મોદક વિશેષ બનાવ્યા હોય તથા જેને ત્યાં સુગંધિદાર વડાં બનાવેલાં હોય તેના ઘરને હું અતિથિ થાઉં છું.”
દાસી બોલી કે, “હે બ્રાહ્મણ ! સત્યભામાને ત્યાં ભાનુમારનો વિવાહ મહોત્સવ થોડા વખતમાં જ થવાને છે તેથી મોટા મોટા ઘણુ મોદક બનાવી રાખેલા છે માટે મારી સાથે તમે સત્વર ચાલો. હું તમને તમારી ઈચ્છા પ્રમાણે ખવરાવીશ તથા અતિ સ્વાદિષ્ટ વડાં પણ ત્યાં તૈયાર છે તેથી તે બે ચીજ યથારૂચિ ખાઈને તમે તમારાં બે નામનું સાર્થક કરો.” દાસીએ નિમંત્રણ કર્યું ત્યારે તે બ્રાહ્મણ દાસીની સાથે સત્યભામાને ઘેર ગયે. બ્રાહ્મણને તેનાં આંગણુમાં ઉભે રાખી દાસી ઘરની અંદર ગઈ સુંદર આકૃતિવાળી સ્ત્રીને જોઈ મનમાં વિસ્મય પામેલી સત્યભામાએ તેણીને પૂછ્યું કે, “અરે! તું કોણ છે?
દાસી બોલી કે, “સ્વામિનિ ! આપના પ્રેમનું પાત્ર કુંબજીકા દાસી છું.”
સત્યભામાએ કહ્યું, “અરે ભૂત ! મારા ઘરમાંથી