________________
અને ઉલટા પડી ગયા અને કુમારે તેઓને કચરી નાખ્યા. પછી પ્રદ્યુમ્નકુમારે ભાનુકુમારને કહ્યું કે, “એ મૂર્ખાઓએ ઉલટ મને પાડી નાખે. હવે તે તમે પોતે જે મને ચડાવે તે હું મારી વિદ્યા બતાવું ત્યારે ભાનુકુમારે ઉપાડી તેને અશ્વ ઉપર ચડાવ્યો. ત્યાં ચડતાં એકદમ ભાનુકુમાર ઉપર પડ્યો અને ભાનુકુમારને કચરી એક ક્ષણમાં વિદ્યાની શક્તિથી અદશ્ય થઈ ગયો અને ભાનુકુમાર રે તે પિતાની માતા આગળ દોડી ગયે.
પ્રદ્યુમ્નકુમાર તે એક બ્રાહ્મણ બની મેટા રસ્તા ઉપર બેસી સુધા સમાન મધુર વાણીથી પુસ્તક વાંચવા લાગ્યા.
સત્યભામાની દાસી જેનું શરીર કુબડું હતું તેથી તેણીનું કુજીકા એવું નામ રાખવામાં આવ્યું હતું. તે કુજીકા દાસી તે બ્રાહ્મણ આગળ આવી. ત્યારે બ્રાહ્મણે પૂછ્યું કે, “બેન ! તું કોણ છે અને તારું નામ શું છે? દાસી બેલી, “હે બ્રાહ્મણ ! હું સત્યભામાની કુજીકા નામે દાસી છું. કોઈ પ્રારબ્ધના સંબંધને લીધે સત્યભામાને હું ઘણી જ વહાલી છું.”
બ્રાહ્મણે કહ્યું કે, “હું અનેક વિદ્યાઓ જાણું છું તેથી તું અહીંયાં આવ એટલે કુબડાપણને રોગ મટાડી તને સરલ કરી દઉં.”
આ સાંભળતાં એકદમ તે તેના પગમાં પડી વિનયથી બોલી કે, “મહારાજ ! આપ મારી ઉપર કૃપા કરી મારે રેગ દૂર કરે” દાસીએ પ્રાર્થના કરી ત્યારે તેણીના શિર પર પિતાને હાથ મૂકી મંત્ર ભણીને એક ક્ષણમાં તે