________________
જેના મુખમાંથી નીકળે છે તથા સઘળા લેકેએ મશ્કરી. કરાત ભાનુકુમાર લજજાને લીધે નીચું મુખ કરી ઉભે રહ્યો.
અશ્વને સ્વામી પ્રદ્યુમ્ન કુમાર કહે છે, “કેમ, રાજપુત્ર? તું આવડી ઉમરને થયે છતાં પણ અશ્વ વિદ્યામાં જરા પણ કુશળ નથી થ? ખરેખર હજી પણ તારામાં મૂર્ખતા જ છે. કૃષ્ણનાં કુળમાં તું જનમે તેથી શું થયું ? પિતાના કુળની ઉન્નતિ કરવી તે તે એક બાજુ રહી પણ ઉલટે આ સમયે તે તે યદુરાજાના સમગ્ર કુળને કલંક લગાડ્યું છે.”
આક્રોશ ભરેલાં આવાં વચન સાંભળી ક્રોધી બનેલો ભાનુકુમાર કહે છે કે, “અશ્વ ખેલાવતાં તે જગતમાં તને એકને જ આવડે છે? તારી દષ્ટિએ તે ઈતર પુરૂષે સર્વ મૂર્ખ જ છે. તે પરજનને ઉપદેશ કરવામાં જ કુશલ છે કે કેવલ મૂર્ખ શિરોમણિ છે?” પ્રદ્યુને કહ્યું કે, “ભાનુકુમાર ! આ અશ્વને ખેલવતાં તે મને આવડે છે પણ હવે તો વૃદ્ધ થયે છું તેથી અશ્વ ઉપર ચડવાની પણ મારામાં શક્તિ નથી તો પણ પાંચ છ માણસે મળી મને અશ્વ ઉપર ચડાવી દે તે પછી તમને અશ્વશાસ્ત્રમાં મારી બુદ્ધિ કેવી છે એ સવ બતાવી આપું.”
ભાનુકુમારે અનુચરોને કહ્યું કે, “તમે પાંચ છ જણા મળી આ પુરૂષને ઉપર ચડાવે એટલે એને કાંઈ પણ કલા આવડે છે કે વૃથા આત્મશ્લાઘા જ કરે છે એ વિષેની ખબર તે પડે.” આવી રીતે ભાનુકુમારની આજ્ઞા થવાથી પાંચ છ પુરૂષોએ મળીને તેને ઉપાડ્યો ત્યાં કુમારે પિતાનું આખું શરીર શિથિલ કરી નાખ્યું તેથી તે માણસો તેને ચડાવી ન શક્યા